Home> Entertainment
Advertisement
Prev
Next

Smriti Irani Daughter Wedding Reception: સ્મૃતિ ઈરાનીની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા `પઠાણ' , આ ટીવી એક્ટ્રેસ પણ જોવા મળી

Shanelle Irani Arjun Bhalla: એક્ટ્રેસ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શનેલ ઈરાનીના લગ્નના રિસેપ્શનમાં શાહરૂખ ખાન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થઈ રહી છે.
 

Smriti Irani Daughter Wedding Reception: સ્મૃતિ ઈરાનીની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા `પઠાણ' , આ ટીવી એક્ટ્રેસ પણ જોવા મળી

Shanelle Irani Arjun Bhalla: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી શનેલ ઈરાનીએ થોડા દિવસો પહેલા અર્જુન ભલ્લા સાથે લગ્ન કર્યા હતા. આ કપલે રાજસ્થાનના જોધપુર શહેરના એક સુંદર કિલ્લામાં સાત ફેરા લીધા, જ્યાના ઘણા ફોટા વાયરલ થયા છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા આ કપલના વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ હાજર રહ્યા હતા. શનેલ અને અર્જુનના વેડિંગ રિસેપ્શનમાં 'પઠાણ' શાહરૂખ ખાન પણ પહોંચ્યો હતો. આવો એક નજર કરીએ તસવીરો પર...

આ પણ વાંચો:
ભોલેનાથના આ મંદિરોની મુલાકાત નથી લીધી તો તમે શિવના નથી સાચા ભક્ત
કચ્છમાં હાથ લાગ્યું પૃથ્વી પરનું દુર્લભ તત્વ! કેન્સરના દર્દીઓ માટે બનશે આશીર્વાદરૂપ
બળાત્કારી આસારામ ગુજરાતમાં હજુ પણ ભગવાન, શાળામાં નાના બાળકોના હાથે ઉતારાઈ આરતી

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by mon (@imouniroy)

સ્મૃતિ ઈરાનીની દીકરીના વેડિંગ રિસેપ્શનમાં પહોંચ્યા `પઠાણ'

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં સ્મૃતિ ઈરાની અને ઝુબિન ઈરાનીની દીકરીના વેડિંગ રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શન પાર્ટીમાં ઘણા સ્ટાર્સ પહોંચ્યા છે, સોશિયલ મીડિયા પર જેણે સૌથી વધુ હલચલ મચાવી છે તે છે 'પઠાણ' એટલે કે શાહરૂખ ખાન આ ફોટોમાં શાહરૂખ ખાન સાથે અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નામ્બિયાર પણ જોવા મળે છે. આ ફોટો અભિનેત્રી મૌની રોયે પોતે શેર કર્યો છે.

આ સ્ટાર્સે પણ કપલને આશીર્વાદ આપ્યા હતા

આ ફોટોમાં તમે શાહરૂખ ખાન, મૌની  અને સૂરજ નામ્બિયાર સાથે સ્મૃતિ ઈરાની અને ઝુબિન ઈરાની જોઈ શકો છો, પરંતુ તમને જણાવી દઈએ કે આ વેડિંગ રિસેપ્શનમાં અન્ય ઘણા સ્ટાર્સ પહોંચ્યા હતા. આ યાદીમાં રોનિત રોય અને તેની પત્ની, ટીવી નિર્માતા એકતા કપૂર અને અભિનેતા જીતેન્દ્ર જેવા નામો સામેલ છે.

આ પણ વાંચો:
MBBSમાં પ્રવેશ અપાવવાનું આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ, મોડસ ઓપરેન્ડી જાણી ગોથે ચઢશો!
રાશિફળ 18 ફેબ્રુઆરી: આજે મહાશિવરાત્રી, આ રાશિના જાતકો પર ભોલેનાથની અપાર કૃપા રહેશે
એક એવું શિવ મંદિર જ્યાં શિવરાત્રીએ શિવ નહીં પણ થાય છે શક્તિની પુજા, રાજવી પરીવાર...'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More