Home> Entertainment
Advertisement
Prev
Next

Bollywood ની અભિનેત્રીએ કહ્યું, 'મારું ગળુ દબાવીને મને મારી દો, મારે આવું જીવન નથી જોઈતુ'

થોડા દિવસ પહેલા બોલીવુડ એક્ટ્રેસ શગુફ્તા અલી (Shagufta Ali)ની દાસ્તાને લોકોને ભાવૂક કરી દિધા હતા. હવે એક્ટ્રેસ સવિતા બજાજ (Savita Bajaj)ની તકલીફ ભરી કહાની લોકોની સામે આવી છે.

Bollywood ની અભિનેત્રીએ કહ્યું, 'મારું ગળુ દબાવીને મને મારી દો, મારે આવું જીવન નથી જોઈતુ'

નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)  પછી બોલીવુડ (Bollywood) અને ટીવી કલાકારોની એવી  ઘણી વાતો સામે આવી છે જ્યાં તેમની બગડતી અને કથળતી આર્થિક હાલત અંગે બતાવવામાં આવ્યું હોય. થોડા દિવસ પહેલા બોલીવુડ એક્ટ્રેસ શગુફ્તા અલી (Shagufta Ali)ની દાસ્તાને લોકોને ભાવૂક કરી દિધા હતા. હવે એક્ટ્રેસ સવિતા બજાજ (Savita Bajaj)ની તકલીફ ભરી કહાની લોકોની સામે આવી છે.

Alia Bhatt એ પહેર્યું વિચિત્ર ટોપ, અંદરનું બધુ દેખાઇ ગયું!!!

મોતની ભીખ માગી રહી છે સવિતા
સવિતા બજાજ (Savita Bajaj)ની હાલત એવી છે કે એમ્બ્યુલન્સના સ્ટ્રેચર પર સવિતા (Savita Bajaj)એ એવુ કહ્યું હતું કે મારુ ગળુ દબાવીને મને મારી દો. મારે આવું જીવન નથી જોઈતુ. આનાથી સારુ હું મરી જવ. આ દુનિયામાં મારુ કોઈ નથી. જે મને સંભાળી શકે. સવિતા હોસ્પિટલના સ્ટાફ સામે મોતની ભીખ માગી રહી હતી. કદાચ તમે પણ એ વિચારતા હશો કે સવિતા (Savita Bajaj) મોતની ભીખ કેમ માગી રહી હતી.

Watch VIDEO: ક્યારેક રડી તો ક્યારેક હસી અને ક્યારેક રિસાણી Sara Ali Khan, 30 સેકન્ડના VIDEO જોવા મળ્યા 15 ઇમોશન

સારવાર માટે રૂપિયા નથી
એક રિપોર્ટ અનુસાર સવિતા (Savita Bajaj)ને શ્વાસ લેવાની બિમારી છે અને તેના ઈલાજ માટે રૂપિયા નથી. જેના કારણે તે ખુબ જ પરેશાન છે. સવિતા (Savita Bajaj)  પાસે હવે કોઈ પણ ઓપ્શન નથી. રિપોર્ટ અનુસાર સવિતા (Savita Bajaj)એ જણાવ્યું છે કે મારી હાલત બિલકુલ પણ ઠીક નથી. મારુ અહિંયા કોઈ નથી. મે બહુ જ બધા રૂપિયા કમાયા હતા પણ ઈલાજમાં બધુ વપરાઈ ગયું. બેંકમાં માત્ર 35 હજાર રૂપિયા પડ્યા હતા અને એ પણ હવે વપરાઈ ગયા.

ખબર છે કેળું કેમ સીધું હોતું નથી? આ રહ્યું કારણ, જાણીને થશે આશ્વર્ય

આ ફિલ્મોમાં કર્યું હતું કામ
સવિતા (Savita Bajaj)ના જણાવ્યા અનુસાર તેણે ક્યારેય કોઈની સામે હાથ નથી ફેલાવ્યા. અને હવે આ ઉંમરે કોઈની સામે હાથ ફેલાવું સારુ નથી લાગતું. તેનાથી સારુ કે ઈશ્વર મને ઉઠાવી લે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સવિતાએ નદિયા કે પાર, તર્પણ, બેટા હો તો એસા અને ચક્રમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. તે સિવાય તે ટીવી શો બેતાલમાં પણ જોવા મળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More