Home> Entertainment
Advertisement
Prev
Next

Mirg Teaser: સતીષ કૌશિકની ફિલ્મ મિર્ગનું ટીઝર રિલીઝ, એક્શન અવતારમાં સ્ક્રીન પર છેલ્લીવાર જોવા મળશે એક્ટર

Mirg Teaser: સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ મિર્ગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સતીશ કૌશિક છેલ્લી વખત સ્ક્રીન પર જોવા મળશે. ફિલ્મનું ટીઝર રિલીઝ થયાની સાથે જ વાયરલ થવા લાગ્યું છે. તમે પણ જોઈ લો ફટાફટ. 

Mirg Teaser: સતીષ કૌશિકની ફિલ્મ મિર્ગનું ટીઝર રિલીઝ, એક્શન અવતારમાં સ્ક્રીન પર છેલ્લીવાર જોવા મળશે એક્ટર

Mirg Teaser:અભિનેતા સતીશ કૌશિકે દુનિયાને અલવિદા કહી દીધું તેને દસ મહિનાનો સમય વીતી ચૂક્યો છે. તેમના નિધન પહેલા તેઓ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા હતા અને શૂટિંગ ચાલી રહ્યું હતું. આવી જ એક ફિલ્મ હતી મિર્ગ. જે સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ બની છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સતીશ કૌશિક છેલ્લી વખત સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મમાં સતીશ કૌશિક એક્શન અવતારમાં દેખાય છે. 

થોડી મિનિટના આ ટીઝરમાં સતીશ કૌશિક ક્યારેક મિત્રો સાથે વાતચીત કરતા જોવા મળે છે તો ક્યારેક ખભા પર બંધુક રાખીને દુશ્મનને ડરાવતા જોવા મળે છે. જણાવી દઈએ કે આ ફિલ્મ એક ક્રાઈમ રિવેન્જ ડ્રામા છે. જેમાં એક લૂંટ અને પછી બદલો લેવાની કહાની જોવા મળશે.

આ પણ વાંચો: એનિમલ ફિલ્મને લઈ ટી-સીરીઝ અને નેટફ્લિક્સ વિરુદ્ધ કોર્ટે જાહેર કર્યું સમન્સ

આ ફિલ્મોમાં સતીશ કૌશિક ઉપરાંત અન્ય કેટલાક કલાકારો પણ જોવા મળશે. જેમાં રાજ બબ્બર, અનુપ સોની, શ્વેતાભ સિંહ સહિતના કલાકારોનો સમાવેશ થાય છે. આ ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 9 ફેબ્રુઆરી 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

સતીશ કૌશિકનું નિધન

આ પણ વાંચો: અજય દેવગનની ફિલ્મ શૈતાન આ તારીખે થશે રિલીઝ, ગુજરાતી ફિલ્મ વશની છે હિંદી રીમેક

સતીશ કૌશિકનું નિધન ગયા વર્ષે 9 માર્ચે હાર્ટ અટેકના કારણે થયું હતું. સતીશ કૌશિક પોતાની પાછળ પોતાની 10 વર્ષની દીકરી વંશિકા અને પત્નીને છોડી ગયા. સતીશ કૌશિકના નિધનની ખબરથી બોલીવુડમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે તેઓ બોલિવૂડના જાણીતા કલાકાર હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More