Home> Entertainment
Advertisement
Prev
Next

Satish Kaushik: જ્યારે કુંવારી માતા બની હતી આ અભિનેત્રી, સતિષ કૌશિકે મૂકી હતી એવી ઓફર..અભિનેત્રી ચોંકી ગઈ

Satish Kaushik Death: પડદા પર પોતાની કોમેડીથી લોકોને હસાવનારા અભિનેતા સતિષ કૌશિક આજે દુનિયાને અલવિદા કરી ગયા. અભિનેતાનું 67 વર્ષની વયે નિધન થયું. સતિષ કૌશિક માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચર્ચિત કલાકાર અને ડાયરેક્ટર જ નહીં પરંતુ એક ખુબ જ નેકદિલ વ્યક્તિ હતા.

Satish Kaushik: જ્યારે કુંવારી માતા બની હતી આ અભિનેત્રી, સતિષ કૌશિકે મૂકી હતી એવી ઓફર..અભિનેત્રી ચોંકી ગઈ

Satish Kaushik Death: પડદા પર પોતાની કોમેડીથી લોકોને હસાવનારા અભિનેતા સતિષ કૌશિક આજે દુનિયાને અલવિદા કરી ગયા. અભિનેતાનું 67 વર્ષની વયે નિધન થયું. સતિષ કૌશિકના નિધનનું કારણ જો કે હજુ સામે આવ્યું નથી. સતિષ કૌશિક માત્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ચર્ચિત કલાકાર અને ડાયરેક્ટર જ નહીં પરંતુ એક ખુબ જ નેકદિલ વ્યક્તિ હતા. સતિષ કૌશિકની અભિનેત્રી નીના ગુપ્તા સાથે ખુબ જ સારી મિત્રતા હતી. એવું કહેવાય છે કે બંને એક બીજાને 1975થી ઓળખતા હતા. સતિષ કૌશિક અને નીના ગુપ્તાની મિત્રતાનો એક એવો કિસ્સો આજે  અમે તમને જણાવીશું. 

અભિનેત્રી નીના ગુપ્તાએ પોતાના જીવન સંલગ્ન અનેક જાણ્યા અજાણ્યા કિસ્સાઓ બાયોગ્રાફી 'સચ કહું તો' માં શેર કર્યા હતા. અસલમાં નીના જ્યારે પ્રેગનેન્ટ હતી ત્યારે સતિષે તેમને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. નીના ગુપ્તાનું અફેર એક સમયે વેસ્ટ ઈન્ડિઝના ચર્ચિત ક્રિકેટર વિવયન રિચાર્ડ્સ સાથે હતું. આ દરમિયાન નીના પ્રેગ્નેન્ટ થઈ ગઈ પરંતુ કોઈ કારણસર વિવિયન રિચાર્ડ્સ સાથે લગ્ન થઈ શક્યા નહીં. આવામાં સતિષ કૌશિકે પોતાની પ્રેગ્નેન્ટ બેસ્ટ ફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 

અભિનેતા અને ડાયરેક્ટર સતિષ કૌશિકનું નિધન, 67 વર્ષની વયે લીધા છેલ્લા શ્વાસ

મોટું બજેટ અને સુપર સ્ટાર્સની કાસ્ટિંગ છતાં આ ફિલ્મો રહી ફ્લોપ, દર્શકો થયા નિરાશ

બંગલો ખરીદવાની લાલચમાં Rajesh Khanna એ સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ સાઈન કરી હતી આ ફિલ્મ

ભાવુક થઈ હતી નીના
સતિષ કૌશિકને જ્યારે ખબર પડી કે નીના ગુપ્તા પ્રેગ્નેન્ટ છે તો તેમણે અભિનેત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા જતાવી. અસલમાં નીના ગુપ્તા ત્યારે ખુબ જ એકલી પડી ગઈ હતી અને આવામાં સતિષ કૌશિક તેમનો સહારો બનાવા માંગતા હતા. સતિષે નીનાને એટલે સુધી કહી દીધુ હતું કે બાળક જો ડાર્ક પેદા થાય તો કહેજે કે મારું છે. આપણે બંને લગ્ન કરી લઈશું અને કોઈને શક પણ નહીં જાય. સતિષ કૌશિકની આ વાત સાંભળીને નીના ખુબ ભાવુક થઈ ગઈ હતી અને ચોંકી ગઈ હતી. અત્રે જણાવવાનું કે નીનાએ તેની પુત્રી પસાબાને એકલે હાથે ઉછેરીને મોટી  કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More