Home> Entertainment
Advertisement
Prev
Next

પિતાની હાજરીમાં સારાનો મોટો ખુલાસો : 'આ' એક્ટર સાથે કરવા છે લગ્ન

કોફી વિથ કરણમાં સારા અલી ખાને આ ખુલાસો કર્યો છે

પિતાની હાજરીમાં સારાનો મોટો ખુલાસો : 'આ' એક્ટર સાથે કરવા છે લગ્ન

નવી દિલ્હી : કોફી વિથ કરણ સીઝન 6ના આગામી એપિસોડમાં ગેસ્ટ બાપ-દીકરીની જોડી સૈફ અલી ખાન અને સારા અલી ખાન છે. સ્ટાર વર્લ્ડે આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરી દીધો છે. પ્રોમો મુજબ સૈફ અલી ખાન જણાવી રહ્યો છે કે તે સારાના બોયફ્રેન્ડને શું સવાલો પૂછશે.  આ શોમાં સારાએ પોતાની પર્સનલ લાઇફ વિશે અનેક ખુલાસા કર્યા છે. આ એપિસોડ બહુ જલ્દી પ્રસારિત કરવામાં આવશે. 

લેક કોમોમાં શરૂ થઈ દીપિકા-રણવીરના લગ્નની તૈયારી, ડેકોરેશનની તસવીરો આવી સામે

સ્ટાર વર્લ્ડ દ્વારા રિલીઝ કરાયેલી પ્રોમો મુજબ સારી અલી ખાનના પિતા સૈફ અલી ખાન આગળ કહે છે કે તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા ઈચ્છે છે. જોકે તે રણબીરને ડેટ કરવા નથી ઈચ્છતી. પ્રોમો મુજબ સારા કહે છે કે તે કાર્તિક આર્યનને ડેટ કરવા ઈચ્છે છે. તેના પર સૈફ અલી ખાન કહે છે કે શું તેની પાસે પૈસા છે? જો હોય તો તે તને લઈ જઈ શકે છે. સારા કહે છે કે તમારે આ કહેવું બંધ કરી દેવું જોઈએ.

સારા આવનારી ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અભિષેક કપૂરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં તેની સામે સુશાંત સિંહ રાજપૂત જોવા મળશે. આ ફિલ્મ ઉપરાંત સારા, રણવીર સિંહ સાથે બનેલી ફિલ્મ ‘સિંબા’માં પણ જોવા મળશે. જેનું ડિરેક્શન રોહિત શેટ્ટીએ કર્યું છે. આ ફિલ્મની રિલીઝની આસપાસ જ એપિસોડ દર્શાવવામાં આવશે. કરણ આ શોમાં સારાને તેના માતા-પિતાના ડિવોર્સથી માંડીને સાવકી માતા કરીના અને સાવકા ભાઈ તૈમુર સાથેના તેના સંબંધો વિશે સવાલ કરશે. 

બોલિવૂડના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More