Home> Entertainment
Advertisement
Prev
Next

સારા અલી ખાને બુરખો પહેરીને જોઈ કેદારનાથ! મિત્રો સાથે કરી ખુબ મસ્તી

મંગળવારે જ્યારે દેશ વિધાનસભાના ચૂંટણીના પરિણામોમાં વ્યસ્ત હતો તે સમયે બોલીવુડ સ્ટાર સારા અલી ખાન પોતાની ફિલ્મ જોવા માટે થિયેટરમાં હતી. 
 

સારા અલી ખાને બુરખો પહેરીને જોઈ કેદારનાથ! મિત્રો સાથે કરી ખુબ મસ્તી

નવી દિલ્હીઃ પોતાની પ્રથમ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરીને દિલ જીતનારી સારા અલી ખાન ભલે સ્ટાર બની  ગઈ હોય પરંતુ તેના મિત્રો સાથે હરવા-ફરવાનું તેને આજે પણ પસંદ છે. પરંતુ સ્ટાર હોવા છતાં પોતાના  શોખને પૂરો કરવાની રીત પણ સારા અલી ખાનને આવડે છે. 

બુરખામાં છુપાવ્યો ચહેરો
મંગળવારે જ્યારે દેશ ચૂંટણી પરિણામોમાં વ્યસ્ત હતો તે સમયે બોલીવુડ સ્ટાર સારા અલી ખાન પોતાની  ફિલ્મ જોવા સામાન્ય લોકોની જેમ થિયેટરમાં હતી. પરંતુ લોકો તેને ઓળખી ન લે તે વાતનું ધ્યાન રાખતા  સારાએ બુરખો પહેર્યો હતો. પોતાના બુરખાવાળી તસ્વીરો સારાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે. 

fallbacks

સારા અલી ખાન બુરખામાં પહોંચી કેદરાનાથ જોવા, ફોટો સાભાર INSTAGRAM @Sara ali  khan

બુરખાવાળી સારા અલી ખાનની આ અદા તેના ફેન્સને એટલી પસંદ આવી કે તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ  થઈ ગઈ. સારાએ પોતાના મિત્રો સાથે મસ્તી કરતા એક તસ્વીરમાં પોતાનો ચહેરો બુરખામાં છુપાવ્યો છે તો  બીજી તસ્વીરમાં તેનો શરારતી ચહેરો ચમકતો જોવા મળી રહ્યો છે. 

fallbacks

ફોટો સાભાર: INSTAGRAM @Sara ali khan

મહત્વનું છે કે, સારા અલી ખાનની ફિલ્મ 'કેદારનાથે' બોક્સ ઓફિસ પર પ્રથમ વીકેન્ડમાં જ 27 કરોડની  કમાણી કરી લીધી હતી. આ ફિલ્મમાં સારા અલી ખાનના ખૂબ વખાણ થઈ રહ્યાં છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે  રિલીઝ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More