Home> Entertainment
Advertisement
Prev
Next

KGF Chapter 2: કેજીએફ 2ના ફર્સ્ટ લુકનું પોસ્ટર થયું રિલીઝ, દમદાર અંદાજ જોવા મળ્યો યશ

સાઉથ સ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર 2'નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પોસ્ટરમાં યશનો લુક જોરદાર લાગી રહ્યો છે. પોસ્ટર રિલીઝ કરતાં ટેગલાઇનમાં લખ્યું છે કે 'રિબિલ્ડિંગ એન એમ્પાયર'. ફિલ્મમાં લીડ રોલ ભજવનાર કન્નડ સ્ટાર યશ પોસ્ટરમાં બ્લૂ રંગનું ફોર્મલ પેન્ટ શર્ટ પહેરીને અને મોંઢામાં સિગરેટ સાથે જોવા મળી રહ્યા છે.

KGF Chapter 2: કેજીએફ 2ના ફર્સ્ટ લુકનું પોસ્ટર થયું રિલીઝ, દમદાર અંદાજ જોવા મળ્યો યશ

નવી દિલ્હી: સાઉથ સ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ ચેપ્ટર 2'નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. પોસ્ટરમાં યશનો લુક જોરદાર લાગી રહ્યો છે. પોસ્ટર રિલીઝ કરતાં ટેગલાઇનમાં લખ્યું છે કે 'રિબિલ્ડિંગ એન એમ્પાયર'. ફિલ્મમાં લીડ રોલ ભજવનાર કન્નડ સ્ટાર યશ પોસ્ટરમાં બ્લૂ રંગનું ફોર્મલ પેન્ટ શર્ટ પહેરીને અને મોંઢામાં સિગરેટ સાથે જોવા મળી રહ્યા છે. પોસ્ટરમાં જોવા મળી રહ્યું છે કે યશ ઘણા લોકોની સાથે દોરડું ખેંચીને કોઇ વસ્તુ સામે રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ લોકો બીજા કોઇ નહી પરંતુ કોલાર ફીલ્ડમાં ગોલ્ડ માઇનિંગ કરનાર છે. 

ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે અને ટ્વિટર પર નંબર વન ટ્રેંડ કરી રહ્યું છે. તેને અત્યાર સુધી ઘણા સ્ટાર્સ સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યા છે. પોસ્ટર લોકોને ખૂબ ગમી રહ્યું છે, લોકો કોમેન્ટ કરી યશના લુકની પ્રશંસા કરી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે 'કેજીએફ ચેપ્ટર 1' 21 ડિસેમ્બર 2018ના રોજ રિલીઝ થઇ હતી. યશે ફિલ્મ કેજીએફમાં પોતાના પ્રદર્શનથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. આ ફિલ્મ તમિલ, તેલૂગૂ, હિંદી અને મલયાલમમાં રિલીઝ થઇ હતી. ફિલ્મ એક મેગા હિટના રૂપમાં ઉભરી અને દુનિયાભરમાં લગભગ 200 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

હવે એક વર્ષ બાદ 'કેજીએફ ચેપ્ટર 2' ફરીથી કમાલ કરવા માટે તૈયાર છે. કેજીએફના પહેલા પાર્ટમાં એક્ટર યશ, શ્રીનિધિ શેટ્ટી, અનંત નાગ અને માલવિકા અવિનાથ જોવા મળ્યા હતા. તો બીજી તરફ કેજીએફ 2માં એક્ટર સંજય દત્ત અને રવિના ટંડન પણ જોવા મળશે. ફિલ્મમાં સંજય દત્ત અધીરા નામથી નેગેટિવ પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ જુલાઇ 2020માં રિલીઝ થવાની આશા છે. તેને હિંદી, મલયાલમ, તમિલ અને તેલુગૂ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More