Home> Entertainment
Advertisement
Prev
Next

સાઉથ ઈન્ડસ્ટ્રીની આ એક્ટ્રેસનું ફેને બનાવ્યું મંદિર! બોલિવૂડમાં પણ કર્યું છે કામ

Samantha Ruth Prabhu: સાઉથ ઈન્ડસ્ટ્રીના એક્ટર્સ અને એક્ટ્રેસીસની પોપ્યુલારિટી જબરદસ્ત હોય છે. લોકો પોતાના ફેવરિટ સ્ટાર્સ માટે પોતાનો જીવ આપતા પણ ખચકાતા નથી. ફેન્સનો બેશુમાર પ્રેમ ક્યારેક તેમને એટલી હદે લઈ જાય છે કે તેઓ તેમના મનપસંદ સેલેબના નામે મંદિર પણ બનાવી દે છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીની આ એક્ટ્રેસનું ફેને બનાવ્યું મંદિર! બોલિવૂડમાં પણ કર્યું છે કામ

South Actress Samantha Ruth Prabhu: દક્ષિણ ભારતીય રાજ્યોમાં લોકો સાઉથ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એક્ટર્સ અને એક્ટ્રેસીસ સાથે દિલથી જોડાયેલા હોય છે. આ જ કારણ છે કે તમિલનાડુમાં તેમના ચાહકોએ સાઉથની અભિનેત્રીઓ નયનતારા (Nayanthara), હંસિકા અને નમિતાના નામે મંદિર બનાવ્યા છે. હાલમાં જ એવી અભિનેત્રીઓની યાદીમાં વધુ એક નામ જોડાયું છે.

આંધ્રપ્રદેશમાં બન્યું મંદિર
સાઉથ ઇન્ડસ્ટ્રીની હસીના સામન્થા રૂથ પ્રભુના નામે બનેલું મંદિર આંધ્રપ્રદેશના બાપટલા પાસે આલાપડુ ગામમાં આવેલું છે. આ એક્ટ્રેસની ફેનનું નામ તેનાલી સંદીપ જણાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે મંદિરનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ટૂંક સમયમાં આ મંદિર ખુલવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો:
મોદી' અટક બદનક્ષી કેસ: રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર HC ના જસ્ટિસે આપ્યો આ જવાબ
ગુજરાતના ગૃહમંત્રીએ માંગી માફી, એવું તો શું થયું કે સંઘવીએ કહ્યું કે ગુજરાતમાં આવતા.
ગુજરાતનાં પૂર્વ મંત્રીઓને નથી ગયો સરકારી બંગલાનો પ્રેમ! નવી સરકારના મંત્રીઓને હવે...

fallbacks

સામન્થા રૂથ પ્રભુના નામ પર બનેલું મંદિર આ દિવસે ખુલશે
આંધ્ર પ્રદેશમાં બનેલ આ મંદિરનું નામ સાઉથની એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુના નામ પર રાખવામાં આવશે. અભિનેત્રીના તમામ ચાહકો 28મી એપ્રિલે આ મંદિરના સત્તાવાર ઉદઘાટનની રાહ જોઈ રહ્યા છે. સામંથાની ફેન ફોલોઈંગ માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રી સુધી સીમિત નથી, અભિનેત્રીએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાના અભિનયથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે.

હજુ સુધી આ ફેનને નથી મળી સામન્થા 
તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેત્રીના નામે મંદિર બનાવનાર ફેન હજુ સુધી સામંથાને મળ્યો નથી. એક્ટ્રેસના ચેરિટી વર્કથી પ્રભાવિત થઈને ફેને તેના નામે મંદિર બનાવવાનું નક્કી કર્યું. જો કે, તેના નામ પર મંદિર બનવાના સમાચાર પર હજુ સુધી સામન્થા અથવા તેની ટીમ તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી.
fallbacks
આ પણ વાંચો:
વિદ્યાર્થીઓના હિતમાં મોદી કેબિનેટનો મહત્વનો નિર્ણય, આ મહત્વની પોલિસીને પણ મળી મંજૂરી
સ્કૂલ, કોલેજમાં ઘણી વાર ફેલ, 32 નોકરીઓમાં રિજેક્ટ, બનાવી એક અબજ ડોલરની કંપની
KKR vs RCB: સતત ચાર મેચ હાર્યા બાદ કોલકત્તાને મળી જીત, બેંગલોરને 21 રને પરાજય આપ્યો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More