Home> Entertainment
Advertisement
Prev
Next

'ભારત'ને હિટ બનાવવા સલમાને આ વ્યક્તિનો લીધો સહારો, કોણ છે ? જાણવા કરો ક્લિક

ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે. 

'ભારત'ને હિટ બનાવવા સલમાને આ વ્યક્તિનો લીધો સહારો, કોણ છે ? જાણવા કરો ક્લિક

મુંબઈ : સલમાનની આગામી ફિલ્મ ભારત ભારે ચર્ચામાં છે ત્યારે આ ફિલ્મ માટે સલમાને સાઉથના સ્ટાર રામચરણ તેજાની ખાસ મદદ લીધી હોવાની માહિતી મળી છે. ચર્ચા પ્રમાણે ફિલ્મના તેલુગુ વર્ઝનમાં ડબિંગ માટે સલમાને સાઉથના સ્ટાર રામચરણની પસંદગી કરી છે. આ ફિલ્મનું તેલુગુ ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. ખાસ વાત તો એ છે કે સલમાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોના તેલુગુ વર્ઝનમાં પણ રામચરણ તેજાએ જ ડબિંગ કર્યું હતું. 

ભારત ફિલ્મ સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે. 

આ ફિલ્મ પછી સલમાન ખાન 'દબંગ 3' માટે જલ્દી કામ શરૂ કરશે. ત્યારબાદ સંજય લીલા ભણસાલીની 'ઈન્શાઅલ્લાહ' ફિલ્મ માટે કામ શરૂ કરશે. ઈન્શાઅલ્લાહ ફિલ્મથી સંજય અને સલમાન 20 વર્ષ બાદ ફરી એક પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. આ ફિલ્મમાં સલમાન સાથે આલિયા ભટ્ટ દેખાશે. ઈન્શાઅલ્લાહ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઇ શકે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More