Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાને નેવી ઓફિસરના લુકમાં કર્યો ધમાલ ડાન્સ, રિલીઝ થયું ભારતનું લેટેસ્ટ ગીત

સલમાન ખાનની નવી ફિલ્મ ‘ભારત’ના ગીત લોકોને પસંદ પડી રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું લેટેસ્ટ ગીત ‘તુરપેયા’ રિલીઝ થયું છે. આ ગીતમાં સલમાન ઈન્ડિયન નેવીના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે

સલમાને નેવી ઓફિસરના લુકમાં કર્યો ધમાલ ડાન્સ, રિલીઝ થયું ભારતનું લેટેસ્ટ ગીત

મુંબઇ : સલમાન ખાનની નવી ફિલ્મ ‘ભારત’ના ગીત લોકોને પસંદ પડી રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું લેટેસ્ટ ગીત ‘તુરપેયા’ રિલીઝ થયું છે. આ ગીતમાં સલમાન ઈન્ડિયન નેવીના ડ્રેસમાં જોવા મળી રહ્યો છે અને એમાં તેની સાથે નોરા ફતેહીની જોડી જોવા મળી રહી છે. આ ગીત વિશાલ શેખર અને સુખવિંદરસિંહે કમ્પોઝ કર્યું છે.

આ ગીત રીલિઝ થયા પહેલા સલમાન ખાને આ ગીતનો એક લુક પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમં તેણે લખ્યું હતું કે, મેરી મિટ્ટી, મેરા દેશ. સુખવિંદરસિંહના અવાજમાં આ ગીત અલગ આભા ઉભી કરે છે. આ ગીત સલમાને પોતાના ઈન્સ્ટાગ્રામમાં પણ શેર કર્યુ હતું. 

BJPની ટિકિટ પર સીતા અને રાવણ સાથે હનુમાન પહોંચ્યા હતા પાર્લામેન્ટ, હવે છે 'આ' હાલત 

સલમાનની ભારત 5 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તબ્બુ, દિશા પટણી, સુનિલ ગ્રોવર અને જેકી જેવા કલાકારો મુખ્ય ભૂમિકા અદા કરશે. અલી અબ્બાસે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ બાદ સલમાનની નવી ફિલ્મ ‘દબંગ-3’ આવી રહી છે. જેનું શુટિંગ મધ્ય પ્રદેશના એક ભાગમાં કરવમાં આવ્યું હતું. આ પછી તે સંજય લીલા ભણસાલીની 'ઇન્શાંલ્લાહ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More