Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોઅર્સ પૂરા, અભિનેતાએ ફેન્સનો માન્યો આભાર


સલમાન ખાનના ફેન્સ પોતાના પસંદગીના સ્ટારની ફિલ્મનોની આતુરતાથી રાહ જોતા હોય છે. તે રીતે તેના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર તેના ફોટો અને વીડિયોની પણ રાહ જોતા હોય છે. સલમાન ખાને હવે ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ ફોલોઅર્સ પૂરા કરી લીધા છે. 

સલમાન ખાનના ઇન્સ્ટાગ્રામ પર 30 મિલિયન ફોલોઅર્સ પૂરા, અભિનેતાએ ફેન્સનો માન્યો આભાર

નવી દિલ્હીઃ બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. તેના ફેન્સ પોતાના પસંદગીના અભિનેતા પર પ્રેમ વરસાવે છે. ફિલ્મોથી લઈને સોશિયલ મીડિયા પર તેનો પ્રેમ જોવા મળે છે. હકીકતમાં, સોશિયલ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 3 કરોડ (30 મિલિયન) ફોલોઅર્સ થઈ ગયા છે. તેના પર સલમાન ખાને પોતાના ફેન્સનો આભાર માનતા એક વીડિયો શેર કર્યો છે. 

સલમાન ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક બૂમરેંગ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે તે પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતો જોવા મળે છે. આ સાથે કેપ્શનમાં કહ્યું, 'ઓય માં 3 કરોડ! બધાનો આભાર.' તો તેના આ વીડિયો પર પણ ફેન્સે પોતાની પ્રતિક્રિયા આપી છે. એક પ્રશંસકે લખ્યું, 'લવ યૂ સલમાન ખાન', તો બીજાએ લખ્યું, 'ઓહો સ્વેગ', અન્યએ લખ્યું, 'હું તમારો સૌથી મોટો પ્રશંસક છું સર.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Ouii ma 30 million! Thank u all!

A post shared by Salman Khan (@beingsalmankhan) on

'રાધે'ની તૈયારીમાં લાગ્યો સલમાન
સલમાન ખાને બિગ બોસ 13નું શૂટિંગ પૂરુ કર્યાં બાદ હવે પોતાની અપકમિંગ ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ'ની તૈયારીમાં લાગી ગયો છે. ફિલ્મ આ વર્ષે ઇદ પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે દિશા પટની છે. 

સલમાનની ફિલ્મ
ફિલ્મ 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' સિવાય સલમાન ખાને ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ની જાહેરાત કરી હતી. તે આ ફિલ્મ સાજીદ નાડિયાવાલાની સાથે મળીને બનાવશે. રિપોર્ટ્સ પ્રમાણે, સૂત્રોનું તે પણ કહેવું છે કે, સલમાનની આ ફિલ્મની કહાની થોડી ખુદના પરિવાર સાથે મળતી હોય તેવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More