Home> Entertainment
Advertisement
Prev
Next

'બાગી 3'ના પહેલા પોસ્ટરે રિલીઝ થતાની સાથે જ સર્જ્યું જબરદસ્ત સસ્પેન્સ 

બાગી 2ના ગીતો આજે પણ લોકોના હ્રદય પર રાજ કરી રહ્યાં છે. પહેલી ફિલ્મ હીરો બાદથી જ એક્શન સ્ટાર ગણાતો ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં પણ તેના આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો.

'બાગી 3'ના પહેલા પોસ્ટરે રિલીઝ થતાની સાથે જ સર્જ્યું જબરદસ્ત સસ્પેન્સ 

નવી દિલ્હી: બાગી 2ના ગીતો આજે પણ લોકોના હ્રદય પર રાજ કરી રહ્યાં છે. પહેલી ફિલ્મ હીરો બાદથી જ એક્શન સ્ટાર ગણાતો ટાઈગર શ્રોફ આ ફિલ્મમાં પણ તેના આક્રમક મૂડમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી ટાઈગરે લોકોને પોતાની એક્શન પાછળ પાગલ કરી નાખ્યા હતાં. જો કે હવે તેની નવી ફિલ્મ બાગી 3 આવી રહી છે. બાગી 3નું શુટિંગ બહુ જલદી શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ અહીં લોકોના મનમાં જે ઉત્સુક્તા છે તે દિશા પટણી અંગે છે. ફિલ્મમાં દિશા હશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ જાણકારી આપવામાં આવી નથી. 

બુધવારે સવાર સવારમાં જ બાગીનું પહેલુ પોસ્ટર રિલીઝ થઈ ગયું. ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શે આ પોસ્ટર શેર કરીને ફિલ્મ અંગે જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ફોક્સ સ્ટાર સ્ટુડિયો સાજિદ નડિયાદવાલા અને ટાઈગર શ્રોફ સાથે ફરી એક વાર ભેગા થઈ રહ્યાં છે. 

fallbacks

બાગી 3 ફિલ્મનું પહેલું પોસ્ટર, તસવીર સાભાર-@Taran Adarsh

એવું લાગી રહ્યું છે કે ગત ફિલ્મની સફળતા બાદ પ્રોડ્યુસર્સ તેની સ્ટાર કાસ્ટમાં વધુ ફેરફાર કરવાના મૂડમાં નથી. બાગી 2નો હીરો ટાઈગર શ્રોફ જ આ ફિલ્મમાં એક્શન કરતો જોવા મળશે અને ડાઈરેક્ટર પણ બદલવામાં આવ્યાં નથી. ફિલ્મને અહેમદ ખાન જ ડાઈરેક્ટર કરશે. 

મળતી માહિતી મુજબ ફિલ્મની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી ફિલ્મમાં કઈ અભિનેત્રી હશે તે અંગે રહસ્ય જાળવવામાં આવી રહ્યું છે. અત્રે જણાવવાનું કે બાગી 2ની અભિનેત્રી દિશા પટણી અને ટાઈગરની જોડીને લોકોએ ખુબ પસંદ કરી હતી. પરંતુ આ ફિલ્મમાં તે છે કે નહીં તે હજુ જાણવા મળ્યું નથી. બની શકે કે ડાઈરેક્ટરની જેમ અભિનેત્રીને પણ રિપિટ કરવામાં આવે. 

fallbacks

ટાઈગર અને દિશાની કેમિસ્ટ્રી ઓન સ્ક્રિન લોકોએ ખુબ જ પસંદ કરી હતી. બંને વચ્ચે રિયલ લાઈફમાં પણ રિલેશનશીપ હોવાની ખુબ વાતો છાશવારે સામે આવી રહી છે. જો કે બંને સ્ટાર્સે ક્યારેય આ મામલે કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. 

ફિલ્મના પહેલા પોસ્ટરની સાથે જ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે પણ જણાવવામાં આવ્યું છે. આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થશે. પ્રોડક્શન ટીમ 6 માર્ચ 2020ના રોજ ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે. 

બોલિવૂડના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More