Home> Entertainment
Advertisement
Prev
Next

#MeToo : જ્યારે સાજિદ ખાને અસિસ્ટન્ટ સામે ઉતારી નાખ્યું પોતાનું પેન્ટ ! ત્રણ મહિલાઓએ મૂક્યા જાતીય સતામણીના આરોપ

#MeToo મુવમેન્ટમાં જાણીતા ફિલ્મમેકર સાજિદ ખાનનું નામ ખરડાયું છે

#MeToo : જ્યારે સાજિદ ખાને અસિસ્ટન્ટ સામે ઉતારી નાખ્યું પોતાનું પેન્ટ ! ત્રણ મહિલાઓએ મૂક્યા જાતીય સતામણીના આરોપ

મુંબઈ : હાલમાં #MeToo મુવમેન્ટમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મોટામોટા માથાઓની શરમજનક હરકતોની વિગતો જાહેર થઈ રહી છે. હાલમાં જર્નલિસ્ટ કરિશ્મા ઉપાધ્યાયે જાણીતા બોલિવૂડ ફિલ્મ મેકર સાજિદ ખાન પર એક ઇન્ટરવ્યૂ દરમિયાન સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ એક્ટ્રેસ સલોની ચોપરાએ કહ્યું કે, જ્યારે તે સાજિતની અસિસ્ટન્ટ હતી ત્યારે તેણે અનેક મહિના સુધી તેને સેક્સ્યુઅલી અને મેન્ટલી હેરાન કરી હતી. હવે એક્ટ્રેસ રેચલ વાઈટે પણ સાજિત ખાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે.

સલોનીએ સોશિયલ મીડિયા પર ખૂબ જ લાંબો પત્ર લખતા ત્રણેય વ્યક્તિ પર આરોપ મુક્યો કે કઈ રીતે પોતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે સાજિદે પહેલા જ ઇન્ટર્વ્યુમાં ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડના નામે તેની સાથે સેક્સ લાઇફ અને પર્સનલ લાઇફ વિશે પ્રશ્નો પુછ્યા હતા. તેમજ મને કહ્યું કે, જો હું કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નહીં થાઉં તો ઇન્ડસ્ટ્રીમાં હું ચાલી નહીં શકું. મારામાં હીરોઈન જેવા કોઈ ગુણ જ નથી પણ જો હું તેમની બધી વાત માનીશ તો તેઓ મને પોતાની ફિલ્મમાં પણ લેશે. સાજિદ મને ધીમે ધીમે મોડી રાતે ફોન કરતા અને મેં શું પહેર્યું છે તેવા સવાલો કરતા હતા. માનસિક રીતે મને હેરાન કરવાની હદ તો ત્યારે વટાવી જ્યારે તેમણે મારી સામે પોતાનું પેન્ટ ઉતારી નાખ્યું હતું. અને કહ્યું કે, ‘તને જોઈને તો મને ઉત્તેજના પણ નથી આવતી’ આ ઘટનાથી હું એટલી ડરી ગઈ કે મે ત્યાં કામ કરવાનુ છોડી દીધું હતું.

અન્ય એક્ટ્રેસ રશેલ વાઈટે ટ્વીટ કરતા કહ્યું કે, મને સલોની ચોપડાની વાત પર પૂર્ણ વિશ્વાસ છે. જ્યારે ‘હમશક્લ’ માટે મારે સાજિદ ખાનને મળવાનું હતું ત્યારે તેમણે મને કોલ કરીને તેમના ઈસ્કોન જુહૂ સ્થિત ઘરે મળવા બોલાવી હતી. મેં તેમને ફોનમાં જણાવ્યું પણ ખરું કે ઘરે મળવામાં મને કમ્ફર્ટેબલ ફીલ નહીં થાય પરંતુ તેમણે મને કહ્યું કે, ઘરે મારા મમ્મી પણ હશે અને તે આપણી સાથે જ હશે તેથી ઘરે જ આવી જા. હું જ્યારે તેમના ઘરે પહોંચી ત્યારે તેમની નોકરાણીએ મને ડ્રોઈંગ રૂમમાંથી સાજિદનાં બેડરૂમ તરફ મોકલી દીધી. 

તેઓ તેમના રૂમમાં કસરત કરી રહ્યા હતા. ઇન્ટરવ્યૂ વખતે મેં બ્લૂ જીન્સ અને વ્હાઈટ ટોપ પહેર્યું હતું. સાજિદ મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે મે શરીર પર એક પણ કપડું ના પહેર્યું હોય. તેઓ મારી નજીક આવ્યા અને મારી સાથે મારા બ્રેસ્ટ વિશે વાત કરવા લાગ્યા. આટલું ઓછું હોય તેમ તેમણે મને કહ્યું કે હું અહીં જ મારા કપડાં ઉતારી દઉ કારણકે એમ પણ ફિલ્મમાં તો મારે બિકીની પહેરવાની છે પરંતુ હું તેમની આ વાતને નહીં સ્વિકારી ત્યાંથી ચાલી ગઈ. 

સીનિયર પત્રકાર કરિશ્મા ઉપાધ્યાયે પણ સાજિદ પર ગંભીર આરોપ લગાવતા વર્ષ 2000માં તેની સાથે બનેલી ઘટના અંગે વાત કરી છે. તેણે કહ્યું હતું કે ''હું જ્યારે હું સાજિદનો ઇન્ટરવ્યૂ લેવા તેનાં ઘરે ગઇ તો તે દરમિયાન સાજિદે અશ્લીલ વાતો કરવાનું શરૂ કરી દીધુ અને પછી ગંદી હરકત કરી. જ્યારે હું ત્યાંથી જવા લાગી તો તેણે મને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો પણ હું તેને ધક્કો મારીને ભાગી ગઇ.''

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More