Home> Entertainment
Advertisement
Prev
Next

Photos: અનુપમા તરીકે રૂપાલી ગાંગુલી નહીં...આ અભિનેત્રીઓ હતી મેકર્સની પહેલી પસંદ

Anupama ટીવીનો ધમાકેદાર શો અનુપમા નાના પડદાની સાથે સાથે ટીઆરપીમાં પણ ખુબ ધમાલ મચાવે છે. શો શરૂઆતથી જ ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર રહ્યો છે અને આજે પણ તેની બાદશાહત કાયમ છે. અનુપમા હિટ થવા બદલ સંપૂર્ણ શ્રેય ખુબ મેકર્સ પણ રૂપાલી ગાંગુલીને આપતા રહે છે, પરંતુ અહીં અમે તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી અનુપમા માટે પહેલી પસંદ નહતી. તેના પહેલા આ રોલ અનેક અભિનેત્રીઓને ઓફર થયો હતો.

Photos: અનુપમા તરીકે રૂપાલી ગાંગુલી નહીં...આ અભિનેત્રીઓ હતી મેકર્સની પહેલી પસંદ

Anupama ટીવીનો ધમાકેદાર શો અનુપમા નાના પડદાની સાથે સાથે ટીઆરપીમાં પણ ખુબ ધમાલ મચાવે છે. શો શરૂઆતથી જ ટીઆરપી લિસ્ટમાં નંબર વન પર રહ્યો છે અને આજે પણ તેની બાદશાહત કાયમ છે. અનુપમા હિટ થવા બદલ સંપૂર્ણ શ્રેય ખુબ મેકર્સ પણ રૂપાલી ગાંગુલીને આપતા રહે છે, જેની જબરદસ્ત એક્ટિંગના દમ પર શો ક્યાંથી ક્યાં પહોંચી ગયો. પરંતુ અહીં અમે તમને જણાવી દઈએ કે રૂપાલી ગાંગુલી અનુપમા માટે પહેલી પસંદ નહતી. તેના પહેલા આ રોલ અનેક અભિનેત્રીઓને ઓફર થયો હતો. જેમાં શ્વેતા તિવારીથી લઈને સાક્ષી તંવરના નામ સામેલ છે. 

મોના સિંહ
મોના સિંહ પહેલી એ અભિનેત્રી હતી કે જેને અનુપમા માટે અપ્રોચ કરાઈ હતી. પરંતુ અભિનેત્રીએ આ ભૂમિકા ભજવવાની ના પાડી દીધી. જો કે હજુ સુધી ના પાડવા પાછળનું કારણ જાણવા મળ્યું નથી. 

fallbacks

સાક્ષી તંવર
અનુપમા માટે મેકર્સ તરફથી સાક્ષી તંવરને પણ અપ્રોચ કરાઈ હતી. પરંતુ અભિનેત્રી હવે ટીવીની દુનિયા છોડીને વેબ અને બોલીવુડમાં હાથ અજમાવી રહી છે. આવામાં તેણે અનુપમામાં ભૂમિકા ભજવવાની ના પાડી દીધી. 

fallbacks

શ્વેતા તિવારી
રાજન શાહીએ અનુપમા માટે શ્વેતા તિવારીને પણ અપ્રોચ કર્યું હતું. પરંતુ અભિનેત્રી તે સમયે ખતરો કે ખેલાડીમાં હાથ અજમાવી રહી હતી. આ કારણે તેણે શો ગુમાવવો પડ્યો હતો. 

fallbacks

જૂહી પરમાર
અનુપમા માટે અપ્રોચ કરાયેલી અભિનેત્રીઓમાં જૂહી પરમારનું પણ નામ સામેલ છે. પરંતુ અભિનેત્રી તે સમયે હમારીવાલી ગુડ ન્યૂઝનું શૂટિંગ કરી રહી હતી. જેના કરાણે તેણે અનુપમામાં કામ કરવાની ના પાડી દીધી હતી. 

fallbacks

ગૌરી પ્રધાન
ગૌરી પ્રધાન વિશે કહેવાય છે કે મેકર્સે તેને શો માટે સિલેક્ટ કરી હતી. તેનો સ્ક્રીન ટેસ્ટ સુદ્ધા થઈ ચૂક્યો હતો. પરંતુ બાદમાં મેકર્સને લાગ્યું કે ગૌરી પ્રધાન આ ભૂમિકા માટે યોગ્ય નહીં રહે. 

fallbacks

શ્વેતા સાલવે
રૂપાલી ગાંગુલ પહેલા રાજન શાહીએ શ્વેતા સાલવેને અનુપમા બનાવવાની કોશિશ કરી હતી. પરંતુ અભિનેત્રીની ફીની ડિમાન્ડના કારણે વાત બની શકી નહીં. 

fallbacks

આ રીતે રૂપાલી ગાંગુલી બની અનુપમા
અનુપમા બનવા માટે રૂપાલી ગાંગુલીએ પણ ના પાડી હતી. તેનું માનવું હતું કે વજન વધુ હોવાના કારણે તે આ ભૂમિકા ભજવી શકશે નહીં. પરંતુ રાજન શાહીનું કહેવું હતું કે તેઓ હિરોહીન નહીં એક માતાને દેખાડવાના છે. 

આ Video પણ ખાસ જુઓ...

રૂપાલી ગાંગુલીના આભારી છે રાજન શાહી
અનુપમા માટે રૂપાલી ગાંગુલી ભલે પહેલી પસંદ ન હતી. પરંતુ શો હિટ થયા બાદ રાજન શાહી તેનો આભાર માનતા થાકતા નથી. તેમણે પોતાના એક ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું કે 'જેટલી સુંદરતા, ઝીણવટ અને તરીકા સાથે રૂપાલીએ કામ કર્યું છે તેના સિવાય આ બીજું કોઈ કરી શકે તેમ નહતું.'

(અહેવાલ સાભાર- બોલીવુડ લાઈફ)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More