Home> Entertainment
Advertisement
Prev
Next

કોરોના પોઝિટિવ હોવાના આવ્યા સમાચાર, ઝાટકણી કાઢતાં અભિનેત્રીએ જણાવ્યું સત્ય

બિગ બોસ (Bigg Boss)ની એક્સ કંટેસ્ટેંટ અને અભિનેત્રી મંદાના કરીમી (Mandana Karimi) ગત દિવસો પહેલાં કોરોના પોઝિટિવ (Coronavirus) હોવાના સમાચારોને લઇને ચર્ચામાં આવી હતી.

કોરોના પોઝિટિવ હોવાના આવ્યા સમાચાર, ઝાટકણી કાઢતાં અભિનેત્રીએ જણાવ્યું સત્ય

નવી દિલ્હી: બિગ બોસ (Bigg Boss)ની એક્સ કંટેસ્ટેંટ અને અભિનેત્રી મંદાના કરીમી (Mandana Karimi) ગત દિવસો પહેલાં કોરોના પોઝિટિવ (Coronavirus) હોવાના સમાચારોને લઇને ચર્ચામાં આવી હતી. તેમના વિશે સોશિયલ મીડિયા પર એ અફવા હતી કે તે કોરોના વાયરસ પોઝિટિવ છે. પરંતુ હવે અભિનેત્રીએ આ મામલે સત્ય જણાવતાં પોતાની સ્પષ્ટતા આપી છે. મંદાના આવી અફવો ઉડાવનારાઓની ખૂબ નારાજ પણ જોવા મળી. મંદાનાએ લાઇવ ચેટ દરમિયાન આવી અફવાઓ ઉડાવનારની ઝાટકણી કાઢી હતી. 

અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફના સમાચાર અનુસાર મંદાના કરીમી. (Mandana Karimi)એ લાઇવ ચેટ વીડિયો દ્વારા કહ્યું કે ''હું સંપૂર્ણપણે ઠીક છું, ઘરે સફાઇ દરમિયાન મારી આંખમાં ઇંફેક્શન થઇ ગયું હતું, મારા હાથમાં કેમિકલ લગાવ્યું હતું અને મેં ભૂલથી મારી આંખોને અડકી લીધું. ત્યારબાદ મને બળતરા થવા લાગી અને ખૂબ તકલીફનો સામનો કરવો પડ્યો. 

મંદાના કરીમીએ અહીં ફેન્સ સાથે વાત કરતાં કહ્યું કે 'તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમે મારી ચિંતા કરી પરંતુ હું તમને જણાવી દઉ કે હું ઠીક છું મને કોરોના થયો નથી. મારી આંખમાં સેનિટાઇઝર અને કેમિકલ્સના કારણે ઇંફેક્શન થયું હતું. લોકોએ સમજ્યા વિચાર્યા વિના મને કોરોના સંક્રમિત ગણાવી દીધી જોકે ખોટું છે.

મંદાના કરીમીએ આગળ જણાવ્યું કે ''હું આશા કરું છું કે તમે તમારા ઘરમાં સેફ છો. તેની સાથે જ હું તમને જણાવી દઉ કે સેનિટાઇઝર્સનો ઉપયોગ કરતાં ધ્યાન રાખો તેનાથી આંખોમાં ખૂબ તકલીફ થાય છે. સેનિટાઇઝનો ઉપયોગ કરતી વખતે તમારી આંખોને અડશો નહી. આ તમારા માટે ઘાતક સાબિત થઇ શકે છે. તમને બધાને મારો પ્રેમ...'

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More