Home> Entertainment
Advertisement
Prev
Next

લૉકડાઉનમાં 'નાયક'થી 'ખલનાયક' બની ગયો રિતેશ દેશમુખ, પોતાના લુકનો શેર કર્યો વીડિયો

રિતેશ દેશમુખે પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે નાયકથી ખલનાયક વાળા લુકમાં જોવા મળી રહ્યો છે. સાથે બેકગ્રાઉન્ડમાં ખલનાયક વાળું ગીત પણ વાગી રહ્યું છે. 

લૉકડાઉનમાં 'નાયક'થી 'ખલનાયક' બની ગયો રિતેશ દેશમુખ, પોતાના લુકનો શેર કર્યો વીડિયો

મુંબઈઃ કાચ પર જામેલી ધૂળ સાફ કરતા-કરતા રિતેશ દેશમુખે પોતાનું રૂપ બદલી નાખ્યુ અને તે નાયકથી ખલનાયક બની ગયો છે. રિતેશ દેશમુખે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. 

હકીકતમાં રિતેશ દેશમુખે પોતાનો ટિકટોક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અરીસોની સફાઇ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં સંજય દત્ત, જૈકી શ્રોફ, માધુરી દીક્ષિત સ્ટારર ફિલ્મ ખલનાયકનું ગીત નાયક નહીં ખલનાયક હું મેં વાગી રહ્યું છે અને આ સાથે રિતેશ દેશમુખ પોતાના બે અલગ-અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Main Hoon Khalnayak .... #magicmirror designer: @thecrankhead

A post shared by Riteish Deshmukh (@riteishd) on

આમ તો રિતેશ દેશમુખ ધમાલ અને હાઉસફુલ ફ્રેન્ચાઇઝી ફિલ્મોમાં પોતાના કોમિક અંદાજ માટે જાણીતો છે, પરંતુ ખલનાયક વાળો રોલ પણ તેણે સારી રીતે ભજવ્યો છે. વર્ષ 2014માં આવેલી એક વિલન અને પાછલા વર્ષે રિલીઝ થયેલી મરજાવાંમાં રિતેશ પોતાની ખલનાયકી દર્શાવવામાં સફળ રહ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Love in Lockdown @geneliad ..... favourite song from Saajan.... @madhuridixitnene @duttsanjay

A post shared by Riteish Deshmukh (@riteishd) on

નાયક વાળા લુકમાં જ્યાં તે કલર્ડ બોલમાં દેખાઈ રહ્યો છે, તો ખલનાયકના રૂપમાં તેના માથા પરથી વાળ ગાયબ છે. તેણે પોતાની આ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે, મેં હું ખલનાયક. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More