Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંતની ગર્લફ્રેન્ડ Rhea Chakraborty વિશે આવ્યા ચોંકાવનારા અપડેટ, વાયરલ થયો VIDEO 

અભિનેતા સુશાંત સિંહ  રાજપૂતના મોત બાદ સૌથી વધુ વિવાદમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઘેરાઈ હતી. સુશાંત કેસથી બહાર આવેલા ડ્રગ એંગલમાં તેનું નામ સામે આવ્યું હતું અને તેણે જેલ પણ જવું પડ્યું હતું. આ સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ રિયાને ખુબ ટ્રોલ કરી. હજુ પણ તે હાલતા ચાલતા ટ્રોલ થતી રહે છે. અત્યારે તો રિયા જામીન પર બહાર છે પરંતુ આમ છતાં તેની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. તેના ઘરવાળા હવે નવા ઘરમાં શિફ્ટ થવાના છે. 

સુશાંતની ગર્લફ્રેન્ડ Rhea Chakraborty વિશે આવ્યા ચોંકાવનારા અપડેટ, વાયરલ થયો VIDEO 

નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ  રાજપૂતના મોત બાદ સૌથી વધુ વિવાદમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઘેરાઈ હતી. સુશાંત કેસથી બહાર આવેલા ડ્રગ એંગલમાં તેનું નામ સામે આવ્યું હતું અને તેણે જેલ પણ જવું પડ્યું હતું. આ સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ રિયાને ખુબ ટ્રોલ કરી. હજુ પણ તે હાલતા ચાલતા ટ્રોલ થતી રહે છે. અત્યારે તો રિયા જામીન પર બહાર છે પરંતુ આમ છતાં તેની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. તેના ઘરવાળા હવે નવા ઘરમાં શિફ્ટ થવાના છે. 

Shocking! વાસનાએ જીવલેણ કોરોનાને પણ ભૂલાવી દીધો, હોસ્પિટલના ટોઈલેટમાં માણ્યું કોરોના દર્દી સાથે સેક્સ

પરિવાર શોધે છે નવું ઘર
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રિયાનો પરિવાર ખુબ પરેશાન છે અને તેઓ જલદી નવા ઘરમાં શિફ્ટ થવા માંગે છે. હકીકતમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં રિયા ચક્રવર્તીના માતા પિતા ખારમાં ઘર શોધતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતા જણાવાયું છે કે ઈન્દ્રજીત ચક્રવર્તી અને સંધ્યા ચક્રવર્તી એટલે કે રિયાના માતા પિતા ઘર શોધી રહ્યા છે. 

રિયાએ પણ શેર કર્યો હતો એક વીડિયો
અત્રે જણાવવાનું કે રિયા ચક્રવર્તીએ પણ પોતાના બિલ્ડિંગનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના બિલ્ડિંગની નીચે મીડિયાકર્મીઓનો જમાવડો જોવા મળ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ પાસે રિયાએ પ્રોટેક્શન માંગ્યું હતું. કહેવાય છે કે તેમની પરેશાનીનું અસલ કારણ મીડિયા છે અને તેનાથી બચવા માટે પરિવાર નવી જગ્યા શોધી રહ્યો છે. 

Cabinet: ખેડૂતોની આવક વધારવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વિગતો 

સુશાંતના મોતને 6 મહિના પૂરા
અત્રે જણાવવાનું કે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને 6 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે. સીબીઆઈ, ઈડી અને એનસીબી હજુ પણ આ કેસની તપાસ કરી રહ્યા છે. કેસમાં છાશવારે એનસીબી સામે નવી માહિતી આવી રહી છે. આવામાં એ સમજવું સરળ નથી કે અસલમાં દોષિત કોણ છે. આ કેસ અંગે સરકારો પણ આપસમાં ભીડી ગઈ હતી. હાલ આ હાઈ પ્રોફાઈલ કેસમાં બુધવારે સીબીઆઈએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પહેલુને ફગાવવામાં આવ્યો નથી. 

Corona Update: ભારતમાં પગપેસારો કરી ચૂકેલો કોરોનાનો આ નવો સ્ટ્રેન ભારતીયો માટે કેટલો ઘાતક? ખાસ જાણો જવાબ

સપ્ટેમ્બરમાં થઈ હતી રિયાની ધરપકડ
આ કેસમાં સામે આવેલા ડ્રગ એંગલની હજુ પણ તપાસ ચાલુ છે. આ મામલે 9 સપ્ટેમ્બરે એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. સુશાંત સિંહ કેસ સંલગ્ન ડ્રગ કેસમાં તેની ધરપકડ થઈ હતી. હાલમાં એકવાર ફરીથી કરણ જૌહરને પણ NCB એ સમન પાઠવ્યું હતું. અનેક બોલીવુડ હસ્તીઓ પર NCBનો સકંજો કસાયો હતો. જેમાં દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ, સપના પબ્બી, અર્જૂન રામપાલ, તેમની પ્રેમિકા ગ્રેબિએલા અને તેનો ભાઈ મુખ્ય છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More