Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયા જોઈ રહી છે રણબીર સાથે લગ્ન કરવાના સપના પણ નબીરાની નજર આ હોટ હસીના પર 

આ ફેશનિસ્ટા રણબીરની કઝીન કરીના કપૂરની બહુ નજીક છે અને હાલમાં તેની કપૂરપરિવારના નબીરા સાથેની મિત્રતા ચર્ચાનો મુદ્દો બની છે

આલિયા જોઈ રહી છે રણબીર સાથે લગ્ન કરવાના સપના પણ નબીરાની નજર આ હોટ હસીના પર 

મુંબઈ : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં રહે છે અને તેઓ બહુ જલ્દી લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હોવાના સમાચાર છે. જોકે હાલમાં રણબીર અને સોશિયાલિસ્ટ તેમજ ફેશનિસ્ટાર નતાશા પુનાવાલા (Natasha poonawalla) ઝડપથી વધી રહેલી મિત્રતા ચર્ચાનો મુદ્દો બની છે. રિપોર્ટ પ્રમાણે નતાશા અને રણબીરની કઝીન કરીના કપૂર ખાસ મિત્રો છે અને આ રસ્તે જ નતાશા મિત્રના કઝિન રણબીરની બહુ નજીક આવી ગઈ છે. નતાશા અને રણબીર બંને અનેક પાર્ટીમાં એકસાથે જોવા મળી રહ્યા છે. નતાશા બિલિયોનર આદર પુનાવાલાની પત્ની છે પણ હાલમાં તે રણબીર સાથેના સંબંધોને કારણે ચર્ચાસ્પદ બની છે. 

KGF Chapter 2: કેજીએફ 2ના ફર્સ્ટ લુકનું પોસ્ટર થયું રિલીઝ, દમદાર અંદાજ જોવા મળ્યો યશ

આલિયા ભટ્ટ (alia bhatt) અને રણબીર કપૂર (ranbir kapoor) હાલમાં બોલિવૂડ જગતનું બહુચર્ચિત હોટ કપલ છે. આ જોડીએ જ્યારથી પોતાની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (Brahmastra) નું શૂટિંગ શરૂ કર્યું છે ત્યારે બંને વચ્ચે કુછ કુછ હોતા હે... અંગે ગપશપ સામે આવતી જ રહે છે. આલિયાએ જાતે કરણ જોહર (Karan Johar) ના ચેટ શોમાં પોતાના સંબંધ હોવા અંગે ખુલાસો કર્યો હતો. તાજેતરમાં આ બંનેના લગ્નની કંકોતરીના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જે ઘણા જ ચર્ચાસ્પદ રહ્યા હતા. જોકે એ તસ્વીરો સાચી નથી પરંતુ આ જોડી પોતાનો સંબંધ સાચો અને પાક્કો હોવા અંગેના પુરાવા આપી રહ્યું છે. હાલમાં એવા જ કેટલાક ફોટા સામે આવી રહ્યા છે. બંને જણા કેન્યામાં સાથે વેકેશન મનાવી રહ્યા છે. 

પત્ની ગૌરીએ શાહરૂખની એક સિક્રેટ આદતનો કર્યો ખુલાસો, કોઈને કાનોકાન નહોતી ખબર

કરિયરની વાત કરીએ તો રણબીર હાલમાં પોતાના આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે. વારાણસીના ઘાટથી તેમના શૂટિંગની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે અને એને અયાન મુખરજી ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય અમિતાભ બચ્ચન, નાગાર્જુન, ડિમ્પલ કાપડિયા અને મૌની રોય પણ કામ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More