Home> Entertainment
Advertisement
Prev
Next

Imran Khan અને રેખાની લવસ્ટોરી, એક સમયે લગ્નની પણ થઈ ગઈ હતી તૈયારીઓ

ભારત અને પાકિસ્તાનમાં એકવાત ઘણી મળે છે. તે છે બંને દેશોનું ક્રિકેટ અને સિનેમા ઈન્ડસ્ટ્રીનું એક ખાસ કનેક્શન. બોલીવુડની અનેક હસીનાઓએ ક્રિકેટરો સાથે લગ્ન કર્યા છે તો અનેકની મોહબ્બતના કિસ્સા લોકોને મોઢે યાદ છે.

 Imran Khan અને રેખાની લવસ્ટોરી, એક સમયે લગ્નની પણ થઈ ગઈ હતી તૈયારીઓ

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનમાં એકવાત ઘણી મળે છે. તે છે બંને દેશોનું ક્રિકેટ અને સિનેમા ઈન્ડસ્ટ્રીનું એક ખાસ કનેક્શન. બોલીવુડની અનેક હસીનાઓએ ક્રિકેટરો સાથે લગ્ન કર્યા છે તો અનેકની મોહબ્બતના કિસ્સા લોકોને મોઢે યાદ છે. આજે અમે તમને ક્રિકેટ અને બોલીવુડની દુનિયાની એક એવી જોડીની અધૂરી પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છે જે જાણીને તમને નવાઈ લાગશે. આ કહાની છે બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રી ગણાતી રેખા અને પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનની. જે એક સમયે એકબીજા માટે એટલા બધા પાગલ હતા કે લગ્નની તૈયારીઓ પણ થઈ ગઈ હતી. 

વાયરલ થયું અખબારનું કટિંગ
તમે વિચારી રહ્યા હશો કે અચાનક આ વાત કેમ. તો હાલ ઈન્સ્ટાગ્રામ પર એક અખબારનું કટિંગ સામે આવ્યું છે જે લોકોએ ખુબ ઝડપથી વાયરલ કરી નાખ્યું છે. આ કટિંગ હવે રેખા અને ઈમરાન ખાનના પ્રેમનો દસ્તાવેજ જેવો લાગી રહ્યું છે. કારણ કે એમા જે લખ્યું છે તે વાંચીને તમને પણ આંચકો લાગી શકે છે. નોંધનીય છે કે જે કટિંગ વાયરલ થઈ રહ્યું છે તે સ્ટાર ન્યૂઝપેપર તારીખ 11 જૂન 1985નું છે. 

લગ્ન સંબંધિત છે આ આર્ટિકલ
આ કટિંગમાં આપણે સ્પષ્ટ રીતે આર્ટિકલને વાંચી શકીએ છીએ. જેમાં રેખા અને ઈમરાન ખાનની તે સમયની તસવીર છપાયેલી છે. આ સાથે જ તેનું હેડિંગ જ બંનેના લગ્ન સંબંધિત જોવા મળે છે. જેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે રેખા અને ઈમરાન લગ્ન કરવાના છે. 

fallbacks

માતાએ દેખાડી હતી કુંડળી
આ સાથે જ આર્ટિકલમાં ભારતીય ફિલ્મ જર્નલ મૂવીના હવાલે લખ્યું છે કે આ લગ્નના નિર્ણયથી રેખાની માતા ખુબ ખુશ હતી અને તેમણે આ અંગે જ્યોતિષ સાથે વાત પણ કરી હતી અને કુંડળી બતાવી હતી. એટલે સ્પષ્ટ થાય છે કે આ સંબંધ પર રેખાના પરિવારની પણ મહોર લાગી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanam Maher (@topbastard)

સાથે વિતાવ્યો હતો સમય
અહીં એ બધી જાણકારી અપાઈ છે કે લગ્ન પહેલા જ ઈમરાન ખાને રેખા સાથે મુંબઈમાં થોડો સમય વિતાવ્યો હતો. આ લવ કપલને અનેક લોકોએ મુંબઈના બીચ પર અને નાઈટ ક્લબમાં એક સાથે આઉટિંગ કરતા જોયા હતા. 

ઝીન્નત અમાન અને શબાના આઝમી સાથે હતા ઈમરાનના સંબંધ?
પરંતુ આ મામલો એટલો સીધો નહતો જેટલો તે પહેલી નજરમાં જોવા મળે છે. અહીં એક ચોંકાવનારી વાત પણ જોવા મળી. આ કટિંગમાં ઈમરાનનું એક નિવેદન પણ નોંધાયેલું છે. જેમાં લખ્યું હતું કે થોડા સમય માટે આ અભિનેત્રીઓ સાથે સમય વિતાવી શકાય છે. મને પણ ઓછા સમય માટે જ તેમની સાથે રહેવું પસંદ છે અને પછી આગળ વધી જાઉ છું. હું કોઈ ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કરી શકું નહીં. ઈમરાનના આ નિવેદન આગળ આ અખબારે એ પણ યાદ અપાવ્યું છે કે આ અગાઉ પણ તેમનું ઝીન્નત અમાન અને શબાના આઝમી સાથે સંબધ રહી ચૂક્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More