Home> Entertainment
Advertisement
Prev
Next

Taarak Mehta શોમાં આ કલાકારો વચ્ચે રીયલ લાઈફમાં શું છે સંબંધ, કોઈ ભાઈ-બહેન તો કોઈએ કરી લીધા લગ્ન

Taarak Mehta Ka Ooltah Chashmah: શો અને શો સાથે જોડાયેલી વાતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ સતત સાંભળતા રહેતા હોય છે. આ શોમાં કોઈ ભાઈ બહેનનો રોલ કરી રહ્યા છે તો કોઈ પતિ-પત્નીનો.
 

Taarak Mehta શોમાં આ કલાકારો વચ્ચે રીયલ લાઈફમાં શું છે સંબંધ, કોઈ ભાઈ-બહેન તો કોઈએ કરી લીધા લગ્ન

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 14 વર્ષથી દર્શકોની ફેવરિટ લિસ્ટમાં સામેલ છે અને સમયની સાથે આ શોની લોકપ્રિયતા વધી રહી છે. આ શોનો કોન્સેપ્ટ જેટલો અનોખો છે એટલા જ એલગ છે આ શોના પાત્રો પણ. આ જ કારણ છે કે આ શોના પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે અને આ પાત્રો ભજવનારા કલાકારો પણ.

શો અને શો સાથે જોડાયેલી વાતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેન્સ સતત સાંભળતા રહેતા હોય છે. આ શોમાં કોઈ ભાઈ બહેનનો રોલ કરી રહ્યા છે તો કોઈ પતિ-પત્નીનો. ત્યારે ટપ્પુ સેના એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છે. પરંતુ આ શોના કેટલાક કલાકારો રીયલ લાઈફમાં સંબંધી છે. આજે એવા જ કેટલાક ખાસ સંબંધો વિશે અમે વાત કરવાના છીએ.

બોલીવુડ એક્ટ્રેસના ઘરમાં ગુંજશે બાળકની કિલકારી, કાજલ અગ્રવાલે પુત્રને આપ્યો જન્મ

દિશા વાકાણી - મયુર વાકાણી
આ શોમાં દિશા વાકાણી દયાબેનનો રોલ કરી રહી છે, જ્યારે મયુર વાકાણી સુંદરલાલના રોલમાં જોવા મળી રહ્યો છે. રીલ લાઈફમાં તેઓ ભાઈ-બહેન છે પરંતુ શું તમે જાણો છો કે દિશા અને મયુર રીયલ લાઈફમાં પણ ભાઈ બહેન જ છે. જી હાં... બંને ઘણા સમયથી એક્ટિંગ કરી રહ્યા છે. ગુજરાતી સિનેમામાં તેમનું સારું નામ છે.

પશ્ચિમે આપેલા દર્દની ભારત પાસે દવા માંગી રહ્યું છે રશિયા, ચીને પણ મોં ફેરવ્યું

પ્રિયા આહુજા - માલવ રાજદા
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પ્રિયા આહુજા રીટા રિપોર્ટરનો રોલ કરી રહી છે અને તેને આ રોલમાં ખૂબ પસંદ પણ કરવામાં આવી હતી. પરંતુ રીટા રિપોર્ટર એટલે કે પ્રિયા આહુજાનો શો સાથેનો સંબંધ ત્યારે વધુ ગાઢ બન્યો જ્યારે તેણે શોના નિર્દેશક માલવ રાજદા સાથે લગ્ન કર્યા. બંને રીયલ લાઈફમાં પતિ-પત્ની છે.

બાળકના મોત બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દુ:ખમાં લીધો આ મોટો નિર્ણય

ભવ્ય ગાંધી - સમય શાહ
ભવ્ય ગાંધી હાલમાં આ શોનો ભાગ નથી, તે અગાઉ ટપ્પુનું આઇકોનિક પાત્ર ભજવી ચૂક્યા છે. પરંતુ શોમાં ગોગીની ભૂમિકા ભજવનાર સમય શાહ સાથે તેનો ખાસ સંબંધ છે. વાસ્તવમાં બંને સંબંધમાં પિતરાઈ ભાઈઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More