Home> Entertainment
Advertisement
Prev
Next

રણવીરની નવોઢાના સ્વાગત માટે દુલ્હનની જેમ શણગારાયું સાસરાનું ઘર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

રણવીરની નવોઢાના સ્વાગત માટે દુલ્હનની જેમ શણગારાયું સાસરાનું ઘર

મુંબઈ : દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ઇટાલીમાં લગ્ન કરી લીધા છે. કોંકણી અને સિંધી રિવાજ પ્રમાણે થયેલા આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે. ઈટાલીમાં સંપન્ન થયેલા લગ્ન બાદ રણવીરનો મુંબઈના બાંદરા ખાતે આવેલો શ્રી બંગલો દુલ્હનની જેમ સજાવીને તૈયાર કરાયો છે. સોશિયલ મીડિયા પર રણવીરના બંગલાની તસવીરો સામે આવી છે.

દીપિકાની સગાઈની વીંટી બની ચર્ચાસ્પદ, કિંમત સપનામાં પણ ન વિચારી શકાય એટલી

રણવીરનો આ બંગલો મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સ્થિત છે. હાલમાં આ ઘર લાઈટોથી ઝગમગી રહ્યું છે. રણવીરનું આ ઘર નવી વહુના સ્વાગત માટે તૈયાર છે.

રણવીર સિંહ જ્યાં રહે છે તે બિલ્ડીંગનો આખો પહેલો ફ્લોર ખરીદી લીધો છે. આ સમગ્ર ફ્લોરનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને જાણકારી મુજબ કપલ જલ્દી જ અહીં શિફ્ટ થવાનું છે. જોકે બંનેના ફ્યૂચર પ્લાન્સ ખૂબ જ મોટા છે. હાલમાં આવેલી રિપોર્ટ મુજબ બંને મુંબઈમાં પ્રાઈમ લોકેશન પર પ્રોપર્ટી ખરીદવા ઈચ્છે છે. આ માટે તેમણે લગભગ 70 કરોડનું બજેટ રાખ્યું છે.

લગ્ન પછી દીપિકા અને રણવીર હનીમૂન માટે રવાના થઈ જશે. હનીમૂનથી ભારત પાછા આવીને રિસેપ્શન આપશે. રિપોર્ટ્સ મુજબ દીપિકા અને રણવીર 21 નવેમ્બરે બેંગલુરુમાં રિસેપ્શન આપશે. આ રિસેપ્શનમાં દીપિકાના નિકટના મિત્રો અને સંબંધીઓ શામેલ થશે. આ બાદ બંને 28 નવેમ્બરે ગ્રાન્ડ હયાતમાં રિસેપ્શન આપશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More