Home> Entertainment
Advertisement
Prev
Next

Ranveer Singh ની કારને બાઈકે મારી ટક્કર, પછી શું થયું તે જાણવા જુઓ VIDEO 

બોલીવુડ અભિનેતા રણવીર સિંહ(Ranveer singh) ની કારને બાન્દ્રામાં એક બાઈક ચાલકે પાછળથી ટક્કર મારી દીધી. જો કે અભિનેતાને કોઈ ઈજા થઈ નથી. તે સુરક્ષિત છે.

Ranveer Singh ની કારને બાઈકે મારી ટક્કર, પછી શું થયું તે જાણવા જુઓ VIDEO 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા રણવીર સિંહ(Ranveer singh) ની કારને બાન્દ્રામાં એક બાઈક ચાલકે પાછળથી ટક્કર મારી દીધી. જો કે અભિનેતાને કોઈ ઈજા થઈ નથી. તે સુરક્ષિત છે. ઘટના બાદ અભિનેતા કારને થયેલા નુકસાનને જોવા નીચે ઉતર્યો અને ગણતરીની મિનિટોમાં ત્યાંથી જતો રહ્યો હતો. 

ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘટનાનો વીડિયો શેર કર્યો. એક બાઈકની બાન્દ્રામાં રણવીર સિંહની કારને સામાન્ય અકસ્માત થયો. ઘટના બાદ તે અન્ય બિલ્ડિંગમાં પ્રવેશ કરતા કેમેરામાં કેદ થયો. ભાયાણીના શેર કરાયેલા વીડિયોમાં રણવીર પાપારાઝીઓને હાથ હલાવતો જોવા મળી રહ્યો છે. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર જલદી કબીર ખાન નિર્દેશિત ફિલ્મ '83'માં કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તે યશરાજ બેનરની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં પણ જોવા મળશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More