Home> Entertainment
Advertisement
Prev
Next

Video: રણવીર સિંહે કરી '83'ના કો-સ્ટારને કિસ પછી બોલ્યો- તારી ભાભી જોઈ રહી છે


રણવીર સિંહ શાનદાર અભિનેતા છે અને આ વાત સાબિત થઈ ચુકી છે પરંતુ તે ખુબ ફની કો-સ્ટાર પણ છે. હાલમાં તેનો એક વીડિઓ વાયરલ થી રહ્યો છે, જેમાં તે પોતાના કો-સ્ટારને કિસ કરતો જોવા મળી રહ્યો છે. 
 

Video: રણવીર સિંહે કરી '83'ના કો-સ્ટારને કિસ પછી બોલ્યો- તારી ભાભી જોઈ રહી છે

નવી દિલ્હીઃ રણવીર સિંહ ખુબ એડવેન્ચર કરતો રહે છે. તેની અંદર જબરદસ્ત એનર્જી છે. ભલે કપડાની સાથે પ્રયોગ હોય કે કંઇ નવું ટ્રાઈ કરવાનું રણવીર સિંહ જરા પણ ખચકાતો નથી. હાલમાં તેનો એક વીડિઓ જોવા મળી રહ્યો છે, જેમાં તે '83'ના કો-સ્ટાર જતિન સરનાને કિસ કરી રહ્યો છે. 

એવું લાગી રહ્યું છે કે આ ત્યારે થયું જ્યારે '83'ની ટીમ બસમાં ટ્રાવેલ કરી રહી હતી અને રણવીર પોતાના કો-સ્ટાર્સની સાથે મસ્તી કરવામાં વ્યસ્ત હતો. જોત જોતામાં મામલો ફની થઈ ગયો. સૌથી મજેદાર વાત તે છે કે કિસ કર્યા બાદ રણવીર કહે છે કે, 'તારી ભાઈ લાઇવ પર છે, જોઈ રહી છે શું થઈ રહ્યું છે,' તે પોતાની પત્ની દીપિકા વિશે વાત કરી રહ્યો હતો.

દીપિકા અને રણવીર બનશે પતિ-પત્ની
ફિલ્મ 83ને કબીર ખાન ડાયરેક્ટ કરી રહ્યાં છે અને આ ફિલ્મ ઈન્ડિયન ક્રિકેટ ટીમની 1983માં થયેલી ઐતિહાસિક વિશ્વ કપ જીત પર આધારિત છે. ટીમના કેપ્ટન કપિલ દેવ હતા. રણવીર કપિલના રોલમાં જોવા મળશે. તો તેની રીયલ લાઇફ વાઇફ દીપિકા પાદુકોણ તેની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકામાં જોવા મળશે. 

'તાનાજી' બાદ હવે 'મૈદાન'માં ફુટબોલ રમતા જોવા મળશે અજય દેવગન, ફોટો થયા વાયરલ 

એપ્રિલમાં રિલીઝ થશે ફિલ્મ
રણવીર અને દીપિકા સિવાય 83માં તાહિર રાજ ભસીન સુનીલ ગાવસ્કરની ભૂમિકામાં જોવા મળશે, જીવા શ્રીકાંત, સાકિબ સલીમ મોહિન્દર અમરનાથ, જતિન સરના યશપાલ શર્માના, ચિરાગ પાટિલ સંદીપ પાટિલ, દિનકર શર્મા કીર્તિ આઝાદ અને નિશાંત દહિયા રોજર બિન્નાના રોલમાં જોવા મળશે. ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More