Home> Entertainment
Advertisement
Prev
Next

Ranbir Kapoor: ખોટા સમયે 'જય માતા દી' બોલી ફસાયો રણબીર કપૂર, ધાર્મિક લાગણી દુભાવ્યાનો લાગ્યો આરોપ

Ranbir Kapoor: એનિમલ ફિલ્મને લઈને શરૂ થયેલા વિવાદ હજુ શાંત થયા નથી ત્યાં જ રણબીર કપૂર વધુ એક વિવાદમાં ફસાયો છે. રણબીર કપૂરને લઈને આ વિવાદ ક્રિસમસ સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થતાં શરૂ થયો છે. રણવીર કપૂરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

Ranbir Kapoor: ખોટા સમયે 'જય માતા દી' બોલી ફસાયો રણબીર કપૂર, ધાર્મિક લાગણી દુભાવ્યાનો લાગ્યો આરોપ

Ranbir Kapoor:બોલીવુડ એક્ટર રણબીર કપૂર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ હતી જેના કારણે તે ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. સંદીપ રેડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી એક્શનથી ભરપૂર આ ફિલ્મને લઈને કેટલાક વિવાદ પણ થયા હતા. ફિલ્મને લઈને શરૂ થયેલા વિવાદ હજુ શાંત થયા નથી ત્યાં જ રણબીર કપૂર વધુ એક વિવાદમાં ફસાયો છે. રણબીર કપૂરને લઈને આ વિવાદ ક્રિસમસ સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થતાં શરૂ થયો છે. રણવીર કપૂરનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

આ પણ વાંચો: Web Series: ભારતની સૌથી મોંઘી વેબ સિરીઝ, જેના બજેટમાં બની જાય ત્રણ બોલીવુડ ફિલ્મો

વાઇરલ વિડિયો છે કપૂર હાઉસમાં સેલિબ્રેટ થયેલી ક્રિસમસનો. ક્રિસમસના સેલિબ્રેશન દરમિયાન રણબીર કપૂર દારુ વાળી કેક પર ફાયર બ્લો કરે છે અને સાથે જ જય માતાજી એવું બોલે છે. આ વિડીયો વાયરલ થયા પછી રણબીર કપૂર સહિત તેના પરિવારના સભ્યો પર ધાર્મિક લાગણી દુભાવવાનો આરોપ લાગ્યો છે. 

આ પણ વાંચો: આજે કરોડો રુપિયા ચાર્જ કરતા સલમાન ખાનને રેખા સાથેની ફિલ્મ માટે મળી હતી માત્ર આટલી ફી

વાયરલ થયેલા વીડિયોમાં રણવીર કપૂર, આલિયા ભટ્ટ સહિત કપૂર પરિવારના સભ્યો એક ટેબલની આસપાસ બેઠેલા જોવા મળે છે. ટેબલ પર એક કેક રાખેલી હોય છે તેના પર પહેલા દારૂ રેડવામાં આવે છે અને પછી રણબીર કપૂર લાઇટર વડે તેના પર ફાયર બ્લો કરે છે. ફાયર બ્લોક કરીને તે જય માતાજી એવું બોલે છે અને ત્યાં હાજર લોકો હસવા લાગે છે. ત્યાર પછી બધા જ લોકો જય માતાજી એવું બોલે છે. આ વીડિયોને લઈને સંજય તિવારી નામના એક વ્યક્તિએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં પોતાના વકીલ મારફત ફરિયાદ દાખલ કરી છે. 

જાણવા મળતી માહિતી અનુસાર રણબીર કપૂર વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં ધાર્મિક લાગણી દુભાવવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓના આહવાન માટે અગ્નિ દેવતાનું આહવાન કરવામાં આવે છે. પરંતુ કપૂર પરિવારના સભ્યોએ અન્ય ધર્મના તહેવારને ઉજવતા જાણી જોઈને નશીલા પદાર્થનો ઉપયોગ અગ્નિ સાથે કર્યો અને પછી જય માતાજી પણ કહ્યું. જેનાથી તેમની ધાર્મિક લાગણી દુભાય છે. જોકે પોલીસે રણબીર કપૂર અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ આ કેસ હજુ સુધી નોંધ્યો નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More