Home> Entertainment
Advertisement
Prev
Next

Enter the Girl Dragon: રામગોપાલની 'લેડી બ્રૂસ લી'ને જોશો તો મોઢામાં આગળા નાખી દેશો, બિગ બીએ શેર કર્યું ટીઝર

ટીઝર(Teaser) શેર કરતા બિગ બીએ(Big B) લખ્યું છે કે, રામગોપાલ વર્મા(Ramgopal Verma)ની નવી ફિલ્મ 'એન્ટર ધ ગર્લ ડ્રેગન' (Enter the Girl Dragon) ભારતની પ્રથમ માર્શલ આર્ટ્સ(Martial Arts) ફિલ્મ છે. તે ભારત અને ચીનના કો-પ્રોડક્શનમાં તૈયાર થઈ છે. રામુને શુભેચ્છાઓ. 
 

Enter the Girl Dragon: રામગોપાલની 'લેડી બ્રૂસ લી'ને જોશો તો મોઢામાં આગળા નાખી દેશો, બિગ બીએ શેર કર્યું ટીઝર

નવી દિલ્હીઃ ડિરેક્ટર રામ ગોપાલ વર્મા(Ramgopal verma) લાંબા સમય બાદ પડદા પર પુનરાગમન(Come Back) કરી રહ્યા છે. આ વખતે તેઓ માર્શલ આર્ટ (Martial Art) ફિલ્મ સાથે કમબેક કરી રહ્યા છે. ફિલ્મનું નામ છે 'એન્ટર ધ ગર્લ ડ્રેગન'.(Enter the Girl Dragon) એક્શનથી(Action) ભરપૂર ફિલ્મમાં પૂજા ભાલેકર (Pooja Bhalekar) મુખ્ય ભૂમિકામાં છે. તે બ્રૂસ લીની (Brooce Lee) ફેન પણ છે. 

આ ફિલ્મનું ટીઝર અમિતાભ બચ્ચનને(Amitabh Bacchan) પણ ખુબ ગમ્યું છે. તેમણે પોતાના ટ્વીટર એકાઉન્ટ(Twitter Account) પર શેર કર્યું છે. ટીઝર(Teaser) શેર કરતા બિગ બીએ(Big B) લખ્યું છે કે, રામગોપાલ વર્મા(Ramgopal Verma)ની નવી ફિલ્મ 'એન્ટર ધ ગર્લ ડ્રેગન' (Enter the Girl Dragon) ભારતની પ્રથમ માર્શલ આર્ટ્સ(Martial Arts) ફિલ્મ છે. તે ભારત અને ચીનના કો-પ્રોડક્શનમાં તૈયાર થઈ છે. રામુને શુભેચ્છાઓ. 

VIDEO: સૈફની દીકરી સારાને થયો કડવો અનુભવ, એકદમ નજીક આવી ગયો એક શખ્સ, અને...

રામગોપાલ વર્માએ પણ ફિલ્મનું ટીઝર શેર કર્યું હતું અને લખ્યું હતું કે, 'એન્ટર ધ ગર્લ ડ્રેગન' બ્રૂસ લી ગર્લ, તેના પ્રેમી અને બ્રૂસ લી વચ્ચેનો લવ ટ્રાયેન્ગલ છે. ટીઝરમાં પૂજા ભાલેકર જોરદાર એક્શન કરતી જોવા મળી રહી છે. તે સાડીમાં પણ એક્શન કરે છે. આ સાથે જ પૂજાએ કેટલાક બોલ્ડ દૃશ્યો પણ આપ્યા છે. 

MARDAANI2 : સેન્સર બોર્ડ અને ફિલ્મ નિર્માતાઓને મળી કાયદાકીય નોટિસ, વિવાદ વકર્યો

fallbacks

ઉલ્લેખનીય છે કે, અમિતાભ પોતે પણ રામગોપાલ વર્માની સાથે નિશબ્દ, રામગોપાલ વર્મા કી આગ અને સરકારમાં કામ કરી ચૂક્યા છે. જોકે, આ ત્રણેયમાંથી માત્ર સરકાર ફિલ્મ ચાલી હતી. ઝિયા ખાન સાથે નિશબ્દ ચર્ચામાં રહી, પરંતુ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. રામ ગોપાલ વર્મા સત્યા, રંગીલા, કંપની, જંગલ, ભૂત અને રક્તચરિત્ર જેવી સુપરહીટ ફિલ્મો આપી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More