Home> Entertainment
Advertisement
Prev
Next

Teaser: રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ 2’નો ધડાકો, અક્ષય કુમારનો અંદાજ જોઇને ઉડી ગયા હોશ

ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટા બજેટની ફિલ્મ ગણવામાં આવતી રજનીકાંતની 2.0નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. અક્ષય કુમારે ફિલ્મના ટીઝરની લિંક તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

Teaser: રજનીકાંતની ફિલ્મ ‘રોબોટ 2’નો ધડાકો, અક્ષય કુમારનો અંદાજ જોઇને ઉડી ગયા હોશ

નવી દિલ્હી: ભારતમાં અત્યાર સુધીની સૌથી મોટા બજેટની ફિલ્મ ગણવામાં આવતી રજનીકાંતની 2.0નું ટીઝર રિલીઝ થઇ ગયું છે. અક્ષય કુમારે ફિલ્મના ટીઝરની લિંક તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. ટીઝરને તામિલ, તેલુગૂ અને હીન્દી ભાષામાં રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મના ટીઝરમાં વિલનની ભૂમિકામાં અક્ષય કુમાર જોવા મળી રહ્યો છે અને તેમના લુક ઘણો ભયાનક જોવા મળી રહ્યો છે. આ સાથે ફિલ્મમાં જબરદસ્ત ગ્રાફિક્સનો ઉપયોગ લોકોને જોડી રાખવા માટે પૂરતુ છે.

શંકરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘2.0’, 2010માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રોબોટ’માં એશ્વર્યા રાય બચ્ચને લીડ રોલ પ્લે કર્યો હતો. આ સાથે જ 2.0 અક્ષય કુમારની પહેલી તામિલ ફિલ્મ છે. જેમાં અક્ષય વિલનનો રોલ પ્લે કરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે રજનીકાંત હીરોના રોલ પ્લે કરી રહ્યા છે. ફિલ્મ મેકર્સ તેમના આ ફિલ્મના પ્રમોશનમાં કોઇપણ પ્રકારની ખોટ રાખવા માંગતા નથી અને આ કારણે કેટલાક સમય પહેલા દુબઇમાં ફિલ્મને ગ્રેંડ મ્યૂઝિક લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રોડક્શન લાયકા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ફિલ્મનું બજેટ 400 કરોડ રૂપિયા છે. ફિલ્મના ગીતો એ આર રહમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યા છે.

એસ.શંકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને 7000 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોઘી ફિલ્મ છે. પરંતુ શું આ ફિલ્મ બાહુબલી-2નો રેકોર્ડ તોડી શકશે કે તેને ટક્કર આપી શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More