Home> Entertainment
Advertisement
Prev
Next

રજનીકાંત અને અક્ષય કુમારની નવી ફિલ્મ '2.0' નો બોક્સ ઓફિસ પર હંગામો, ઓપનિંગમાં જ કરોડો...

રજનીકાંત અને અક્ષયકુમારની નવી ફિલ્મ 2.0 તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીજ થઇ છે જોકે હાલમાં માત્ર હિન્દી ભાષાનું જ કલેકશન સામે આવ્યું છે. પ્રથમ દિવસે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ જોરદાર રહી છે. 

રજનીકાંત અને અક્ષય કુમારની નવી ફિલ્મ '2.0' નો બોક્સ ઓફિસ પર હંગામો, ઓપનિંગમાં જ કરોડો...

નવી દિલ્હી : સુપરસ્ટાર રજનીકાંત અને અક્ષયકુમારની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મ 2.0 ગુરૂવારે દેશભરના સિનેમાઘરોમાં રિલીજ થઇ છે. આ ફિલ્મનો દર્શકોને ઘણા લાંબા સમયથી ઇંતેજાર હતો. ગુરૂવારે વહેલી સવારે 4 વાગે આ ફિલ્મ રિલીજ થતાં દર્શકોમાં ભારે રોમાંચ જોવા મળ્યો છે. જેની સીધી અસર બોક્સ અસર પણ જોવા મળી રહી છે. ફિલ્મ સમીક્ષક રમેશ બાલાના અનુસાર 2.0 હિન્દી ભાષામાં પહેલા દિવસે 25 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે. જે એક મોટો આંકડો માનવામાં આવે છે. 

તમિલ, તેલુગુ કલેકશન બાકી
અહીં નોંધનિય છે કે, રજનીકાંત અને અક્ષય કુમારની 2.0 તમિલ, તેલુગૂ અને હિન્દીમાં રિલીજ કરવામાં આવી છે. જોકે પ્રથમ દિવસનું હિન્દીનું જ કલેકશન સામે આવ્યું છે. તમિલ અને તેલુગૂ કલેકશનના આંકડા હજુ સામે આવ્યા નથી. 

અહીં નોંધનિય છે કે, 2.0 એક સાયન્સ ફિકશન ફિલ્મ છે અત્યાર સુધીની ભારતીય ફિલ્મ જગતની આ સૌથી મોંઘી હોવાનું માનવામાં આવે છે. અંદાજે 600 કરોડના ખર્ચે આ ફિલ્મ બનાવવામાં આવી છે. દેશભરમાં ફિલ્મ સાડા છ હજાર સ્ક્રિન્સમાં રિલીજ કરવામાં આવી છે. 

fallbacks

ના તૂટ્યો ગોલ્ડનો રેકોર્ડ
2.0 નો હીરો ભલે રજનીકાંત હોય પરંતુ બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર પણ વિલનના રૂપમાં દમદાર છે. અને એજ કારણ છે કે આ ફિલ્મ પહેલા દિવસે 25 કરોડનું કલેકશન કરવામાં સફળ રહી છે. પરંતુ આ ફિલ્મ ગોલ્ડનો રેકોર્ડ તોડવામાં અસફળ રહી છે. ગોલ્ડનું પ્રથમ દિવસનું કલેકશન 25.25 કરોડ રૂપિયા હતુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More