Home> Entertainment
Advertisement
Prev
Next

Moments of life: 13 વર્ષ બાદ આ સ્ટાર કિડ્સનું પિતા સાથે મિલન, શેર કરી ઇમોશનલ તસવીર

ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) તેની સુંદરતા અને તેની એક્ટિંગને લઇને ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે તેની પર્સનલ લાઇફની સમસ્યાઓને લઇને પણ ચર્ચામાં રહે છે

Moments of life: 13 વર્ષ બાદ આ સ્ટાર કિડ્સનું પિતા સાથે મિલન, શેર કરી ઇમોશનલ તસવીર

નવી દિલ્હી: ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) તેની સુંદરતા અને તેની એક્ટિંગને લઇને ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે તેની પર્સનલ લાઇફની સમસ્યાઓને લઇને પણ ચર્ચામાં રહે છે. હવે તેના એક્સ પતિ રાજા ચૌધરીને (Shweta Tiwari Ex-Husband Raja Chaudhary) લઇને એક એવા સમાચાર સામે આવ્યા છે જે લોકોના હૃદયને ટચ કરી રહ્યા છે.

13 વર્ષ બાદ પુત્રને મળ્યા રાજા
રાજા ચૌધરીએ (Raja Chaudhary) શ્વેતા તિવારી (Shweta Tiwari) સાથે 2007 માં છૂટાછેટા લીધા હતા. આ લગ્ન જીવન દરમિયાન તેમને એક પુત્રી પલક તિવારી (Palak Tiwari) પણ છે. પલક પણ સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ 13 વર્ષ બાદ રાજા ચૌધરી તેમની પુત્રી પલક તિવારીને મળ્યા. તેમની આ મુલાકાતની તસવીર રાજાએ સોશિયલ મીડિયા પર શરે કરી છે. જે હવે ખુબજ વાયરલ થઈ રહી છે.

જીવનની પળો
રાજા ચૌધરીએ (Raja Chaudhary) ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પુત્રી પલક (Palak Tiwari) સાથે તસવીર શરે કરી છે. આ તસવીરને શેર કરતા ફેસબુક પર રાજાએ લખ્યું- જીવનની પળો. ત્યારે ઇન્સ્ટાગ્રામ પર રાજાએ તસવીર શેર કરવાની સાથે લખ્યું- શું કહું. આ કેપ્શન વાંચી આપણે સમજી શકીએ છે કે, રાજા ઘણા ઇમોશનલ છે.

આ પણ વાંચો:- દેવા રે દેવા... વેક્સીન લીધા બાદ પણ 'બાબુભૈયા' થયા કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

જ્યારે છેલ્લી વખત જોઈ હતી તો...
રાજા અને પલકની મુલાકાત પર ઈટાઈમ્સના એક રિપોર્ટ અનુસાર પુત્રીને 13 વર્ષ પછી મળ્યા બાદ રાજા ચૌધરી ઘણા ઇમોશનલ થઈ ગયા હતા. તેમણે આ મુલાકાત પર કહ્યું કે, જ્યારે પલકને છેલ્લી વખત જોઈ હતી ત્યારે તે નાની બાળકી હતી અને હવે તે મોટી થઈ ગઈ છે. રાજાએ જણાવ્યું કે, પલકની સાથે તેઓ વોટ્સએપ દ્વારા સંપર્કમાં રહેતા હતા. પરંતુ 13 વર્ષમાં એકપણ વખત પુત્રી સાથે મુલાકાત થઈ શકી નહીં.

શ્વેતા તિવારી વિશે કહી આ વાત
આ ઉપરાંત રાજાએ શ્વેતા તિવારની પ્રશંસા પણ કરી છે. તેમણે કહ્યું કે, આટલા વર્ષો સુધી તેણે પલકને મળવાની મંજૂરી આપી ન હતી પરંતુ પુત્રી માટે તેનો પ્રેમ ઓછો થયો નથી. રાજાનું માનવું છે કે, પુત્રી સાથે સંબંધ સુધારવાની આ તમને બીજી તક મળી છે. તેના પર રાજાએ કહ્યું કે, પલક હવે મોટી થઈ ગઈ છે અને તેના નિર્ણય તે જાતે લઈ શકે છે. તે સુંદર અને સમજદાર બાળકી છે. આ બધુ જ મારી એક્સ વાઇફ શ્વેતા તિવારીના કારણે થયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More