Home> Entertainment
Advertisement
Prev
Next

અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર કેમ જૂનો!

Anant Radhika Wedding : રાધિકા મર્ચન્ટે પોતાના લગ્નમાં વંશપરંપરાગત મર્ચન્ટ પરિવારના દાગીના પહેર્યા હતા, જે તેની બહેન અંજલિ મર્ચન્ટે પણ પોતાના લગ્નમાં પહેર્યા હતા

અંબાણી પરિવારની વહુ રાધિકાએ કેમ પોતાના લગ્નમાં પહેર્યો બહેનનો હાર, બધુ જ નવું તો હાર કેમ જૂનો!

Radhika Merchant wore heirloom jewels her sister Anjali Merchant : હાલ દેશમાં નહિ, પરંતુ આખા વિશ્વમાં અંબાણી પરિવારના લગ્નની ચર્ચા છે. સદીમાં આવા લગ્ન ન કદી થયા હતા, ન કદી થશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે. આખરે ગઈકાલે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી પરણી ગયા. રાજનીતિ, મનોરંજન અને વ્યાપારી જગતના અગ્રણી નામો દ્વારા હાજરી આપતાં એક ભવ્ય સમારંભમાં ગઈકાલે રાત્રે આ દંપતીએ લગ્ન કર્યાં. રાધિકાએ તેના લગ્ન સમારંભ માટે કસ્ટમ અબુ જાની સંદીપ ખોસલા લહેંગા પહેર્યો હતો. રાધિકા એકદમ જાજરમાન લાગતી હતી, પરંતું આ વચ્ચે તેના ગળાના હારે આકર્ષણ જમાવ્યું હતું. રાધિકાએ બધુ જ નવુ પહેર્યું હતું, પરંતુ પોતાના લગ્નમાં તેણે બહેને પહેરેલો હાર પહેર્યો હતો. લગ્નમાં બધુ જ નવુ હતુ તો પછી હાર કેમ જૂનો. 

રાધિકાનો અદભૂત બ્રાઈડલ લુક ભલભલાને ઝાંખો પાડી દે તેવો હતો. રાધિકાએ પોતાના જ લગ્નમાં બહેન અંજલિએ તેના લગ્નમાં પહેરેલ પોલ્કી નેકલેસ પહેરવાનું પસંદ કર્યું હતું. બંને બહેનોએ પોતાના લગ્નમાં એક જ પ્રકારનો નેકલેસ પહેર્યો હતો. આ પાછળ મર્ચન્ટ પરિવારની એક પરંપરા છે, જેને અંબાણી પરિવારે પણ પાળી હતી.  

fallbacks

રાધિકા મર્ચન્ટે પોતાના લગ્ન માટે લાલ અને સફેદ રંગનો લહેંગો પહેર્યો હતો. રાધિકા જાજરમાન લાગતી હતી. ઘનાઢ્ય વેપારી પરિવારમાં જન્મેલી રાધિકાએ લગ્નમાં વારસાગત જ્વેલરી પહેરી હતી. જે પેઢીઓથી તેમના ઘરની દીકરીઓ પહેરતી આવી છે. રાધિકા પહેલા તેની બહેન અંજલિ મર્ચન્ટે વર્ષ 2020 માં પોતાના લગ્નમાં આ જ ઝવેરાત પહેર્યા હતા. તો તેમની મમ્મી અને નાનીએ પણ તેમના લગ્ન સમારોહ માટે ઘરેણાં પહેર્યા હતા. 

fallbacks

રાધિકાએ અંજલિ મર્ચન્ટની પોલ્કીની બુટ્ટી, માંગ ટીકા અને હાથ ફૂલ પણ પહેર્યા હતા. આ ઉપરાંત, રાધિકાએ અદભૂત હીરા અને નીલમણિનો હાર, બંગડીઓ અને કલીરા પહેર્યા હતા.

fallbacks

રાધિકા મર્ચન્ટએ અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઈન કરાયેલ બ્રાઇડલ લહેંગો પહેર્યો હતો, જે પાનેતરનું નવુ વર્ઝન જેવુ હતું. લગ્નમાં પહેરાતા લાલ અને સફેદ વસ્ત્રો ગુજરાતી પરંપરા છે. જરદોઝી કટ-વર્ક એન્સેમ્બલમાં પાછળની ઘાઘરા સાથે લેયર્ડ બીજી અલગ કરી શકાય તેવી ટ્રાયલ, 5-મીટર માથાનો પડદો, બ્લાઉઝ અને ટીશ્યુ શોલ્ડર દુપટ્ટા દર્શાવે છે.

fallbacks

 

લહેંગો લાલ રંગની ત્રણ કિનારીઓથી ડેકોરેટ કરવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More