Home> Entertainment
Advertisement
Prev
Next

Kamal Kishor Mishra: બીજી મહિલા સાથે કારમાં રોમેન્ટિક થઈ રહ્યા હતા પ્રોડ્યુસર, પત્નીએ પકડ્યા તો...

અનેકવાર સેલેબ્સના એવા એવા મામલા સામે આવે છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. ફેન્સ માટે પણ તે ચોંકાવનારું હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જાણીતા પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રા પર આરોપ છે કે તેમણે તેમની પત્નીને મારી નાખવાની કોશિશ કરી. હાલ પોલીસે કમલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળ તપાસ શરૂ કરી છે.

Kamal Kishor Mishra: બીજી મહિલા સાથે કારમાં રોમેન્ટિક થઈ રહ્યા હતા પ્રોડ્યુસર, પત્નીએ પકડ્યા તો...

અનેકવાર સેલેબ્સના એવા એવા મામલા સામે આવે છે કે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. ફેન્સ માટે પણ તે ચોંકાવનારું હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જાણીતા પ્રોડ્યુસર કમલ કિશોર મિશ્રા પર આરોપ છે કે તેમણે તેમની પત્નીને મારી નાખવાની કોશિશ કરી. હાલ પોલીસે કમલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આગળ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ્સનું માનીએ તો પ્રોડ્યુસરને તેની પત્નીએ કોઈ અન્ય મહિલા સાથે કારમાં બેઠેલા જોયા હતા. ત્યારબાદ પ્રોડ્યુસરે પત્ની પર ગાડી ચડાવીને મારી નાખવાની કોશિશ કરી. 

ઘાયલ થયા છે પત્ની
કમલ કિશોર મિશ્રા પર આરોપ છે કે તેઓએ પોતાની કારથી વાઈફને ટક્કર મારી અને તેના પર ગાડી પણ ચડાવી. ત્યારબાદ પત્ની ગંભીર રીતે ઘાયલ છે. હાલ પોલીસે ફિલ્મ નિર્માતા કમલ કિશોર મિશ્રા વિરુદ્ધ પત્નીને વાહનથી કથિત રીતે ટક્કર મારવાના મામલે ફરિયાદ નોંધી છે. 

પોલીસે જણાવ્યું કે મિશ્રાની પત્નીએ તેમને કારમાં અન્ય એક મહિલા સાથે જોયા હતા. કારમાં પ્રોડ્યુસર મહિલા સાથે રોમાન્સ કરતા હતા. પત્નીએ બંનેને સાથે જોતા જ ગાડીનો કાચ ખખડાવ્યો અને વાત કરવાનું કહ્યું. ત્યારબાદ પ્રોડ્યુસર કમલ કિશોર ઝડપથી કાર લઈને ભાગી ગયા અને ટક્કર મારી. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે પરા વિસ્તાર અંધેરીમાં એક રહેણાંક ઈમારતના પાર્કિંગ એરિયામાં 19 ઓક્ટોબરના રોજ ઘટેલી આ ઘટનામાં મિશ્રાના પત્ની ઘાયલ થયા. પત્નીની ફરિયાદના આધારે અંબોલી પોલીસ મથકમાં મિશ્રા વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ એક એફઆઈઆર દાખલ થઈ છે. 

અનેક ફિલ્મો પ્રોડ્યુસર કરી
કમલ કિશોર મિશ્રાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેઓ અનેક ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. આ ફિલ્મોમાં ભૂતિયાપા, ફ્લેટ નંબર 420, શર્માજી કી લગ ગઈ, દેહાતી ડિસ્કો, ખલી બલી જેવી ફિલ્મો સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More