Home> Entertainment
Advertisement
Prev
Next

ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર ઉજવણી કરશે પ્રિયંકા ચોપડા, ફેન્સને આપશે સરપ્રાઇઝ

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા કહી રહી છે કે આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર તે હવે પોતાના કરિયરની 20 મોટી ક્ષણ અથવા તે પળને યાદ કરવા જઈ રહી છે જેની તેની જિંદગી પર ખુબ ઊંડી અસર પડી છે. 

ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર ઉજવણી કરશે પ્રિયંકા ચોપડા, ફેન્સને આપશે સરપ્રાઇઝ

નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. અભિનેત્રીએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધીની શાનદાર સફર ખેડી છે. દેશી ગર્લથી લઈને એક ગ્લોબલ આઇકન સુધી તેની સફર બેમિસાલ રહી ચછે. તેવામાં હવે પ્રિયંકા પણ પોતાની સફરને કંઇક ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવા જઈ રહી છે. 

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા કહી રહી છે કે આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર તે હવે પોતાના કરિયરની 20 મોટી ક્ષણ અથવા તે પળને યાદ કરવા જઈ રહી છે જેની તેની જિંદગી પર ખુબ ઊંડી અસર પડી છે. તે આ વર્ષ દરમિયાન તે પ્રક્રિયાને જારી રાખવા જઈ રહી છે. આ વીડિયોની સાથે પ્રિયંકાએ લોકોને એક ખાસ સંદેશ પણ આપ્યો છે. 

પોતાના 20 વર્ષની ઉજવણી કરશે પ્રિયંકા
પ્રિયંકા ચોપડા પોસ્ટની સાથે લખે છે- આ જશ્નનો સમય છે. 2020મા મારા આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ થવા જઈ રહ્યાં છે. આમ કેમ થયું તે ખ્યાલ નથી. તમારા બધાનો સાથ હંમેશા રહ્યો છે. આવો મારી સાથે જોડાવ, હું તમને મારી સફર દેખાડવા ઈચ્છુ છું. પ્રિયંકા ચોપડાની આ જાહેરાતથી ફેન્સ ખુબ ખુશ નજર આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પીસીને શુભેચ્છા આપવામાં આવી રહી છે. આ સિવાય તે જાણવા માટે બધા આતુર છે કે પ્રિયંકા પોતાની કઈ ક્ષણને બધાની સાથે શેર કરવા જઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક સ્પેશિયલ વીડિયો શેર કર્યો હતો. તેના 20  વર્ષ પૂરા થવા પર એક આવા વીડિયોની તૈયારી કરવામાં આવી છે. આ વીડિયો બધાને પસંદ આવ્યો હતો અને લાંબા સમય સુધી ટ્રેન્ડમાં રહ્યો હતો. સામાન્ય રીતે ફિલ્મો સિવાય પ્રિયંકા પોતાની વ્યક્તિગત જિંદગીને લઈને પણ ચર્ચામાં રહે છે. તેની નિક સાથે જોડી બધાની ફેવરિટ છે. પ્રિયંકા પણ તેની સાથે ઘણા ફોટો શેર કરતી રહે છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More