Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા-નિકે રોકા પછી લીધી એ જગ્યાની મુલાકાત જે તમે વિચારી પણ ન શકો સપનામાં

શનિવારે સવારે પ્રિયંકા અને નિકની રોકા સેરેમની થઈ હતી

પ્રિયંકા-નિકે રોકા પછી લીધી એ જગ્યાની મુલાકાત જે તમે વિચારી પણ ન શકો સપનામાં

મુંબઈ : પ્રિયંકા ચોપરાએ ફિયાન્સ નિક જોનસ અને તેના પરિવાર સાથે રવિવારે મુંબઈના સેન્ટ કેથરિન અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં પ્રિયંકા અને નિકે અનાથ બાળકોની મુલાકાત કરી હતી. આ દરમિયાન નિકે એક વીડિયો શેર કર્યો છે જેમાં પ્રિયંકા એક છોકરી સાથે ડાન્સ કરી રહી છે.

આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા પોતાની ફિલ્મ ‘ગુંડે’ના હિટ સોંગ ‘તૂને મારી એન્ટ્રી’ પર ડાન્સ કરી રહી છે. જેને શેર કરતાં નિકે એક રોમાન્ટિક કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું છે કે, “St.Catherine’s orphanage today. My heart is full.”

શનિવારે સવારે પ્રિયંકા અને નિકની રોકા સેરેમની થઈ હતી. આ ખાસ પ્રસંગે નિક જોનસના માતાપિતા પણ ભારત આવ્યા હતાં. રોકા સેરેમની પછી સાંજે નજીકના દોસ્તો અને બોલિવૂડ સેલેબ્સ માટે પાર્ટી રાખવામાં આવી હતી. હાલમાં તો નિક જોનસ પોતાના માતા-પિતા સાથે વિદેશ રવાના થઈ ગયો છે પણ પ્રિયંકા ભારતમાં જ છે. એક અંદાજ અનુસાર રોકા અને સગાઈ પાર્ટી પછી હવે આ વર્ષે જ ઓક્ટોબરમાં પ્રિયંકાના લગ્ન પણ થઈ શકે છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More