Home> Entertainment
Advertisement
Prev
Next

અક્ષયે પોતાના બર્થડે પર ફેન્સને આપી ધમાકેદાર ગિફ્ટ, 'પૃથ્વીરાજ'નું ટીઝર કર્યુ રિલીઝ

આ વીડિયો ટીઝરમાં અક્ષય કુમાર (Akshay Kumar)ના 'પૃથ્વીરાજ (Prithviraj)' લુક તો જોવા મળી રહ્યો નથી, પરંતુ અંતમાં જે આકૃતિ સામાન્ય દેખાઇ રહી છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે અક્ષય આ ફિલ્મમાં કેવા લાગશે. 

અક્ષયે પોતાના બર્થડે પર ફેન્સને આપી ધમાકેદાર ગિફ્ટ, 'પૃથ્વીરાજ'નું ટીઝર કર્યુ રિલીઝ

નવી દિલ્હી: આજે અક્ષય કુમાર (Akshay Kumar)નો 52મો બર્થડે છે, આ અવસર પર અક્ષય કુમાર (Akshay Kumar) અને યશરાજ ફિલ્મ્સે મળીને તેમના ફેન્સને શાનદાર ગિફ્ટ આપી છે. જ્યાં સુધી દર્શકોને અક્ષયની આગામી 5 ફિલ્મોની રાહ જોવાતી હતી ત્યાં તો તેમની 6ઠ્ઠી ફિલ્મની જાહેરાત જોરશોરથી કરવામાં આવી છે. જી હાં. બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર હવે મહાન રાજા અને યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણના પાત્રમાં જોવા મળશે.

આજે અક્ષય કુમાર (Akshay Kumar)એ પોતાના ફેન્સના પ્રેમ અને તેમની દુવાઓના બદલામાં તેમને રિટર્ન ગિફ્ટ તરીકે એક શાનદાર ટીઝર આપ્યું છે. અક્ષયે આજે પોતાને આગામી ફિલ્મ 'પૃથ્વીરાજ (Prithviraj)' નું ટીઝર રિલીઝ કરી દીધું છે. આ નાનકડા ટીઝરથી ફિલ્મની ભવ્યતાનો અંદાજ લગાવી શકાય છે. જુઓ આ વીડિયો ટીઝર...

આ વીડિયો ટીઝરમાં અક્ષય કુમાર (Akshay Kumar)ના 'પૃથ્વીરાજ (Prithviraj)' લુક તો જોવા મળી રહ્યો નથી, પરંતુ અંતમાં જે આકૃતિ સામાન્ય દેખાઇ રહી છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે અક્ષય આ ફિલ્મમાં કેવા લાગશે. 

આ જોરદાર વીડિયોને શેર કરતાં અક્ષય (Akshay Kumar)એ લખ્યું છે, ''પોતાના બર્થડે પર પોતાની પહેલી પીરિયડ ડ્રામા ફિલ્મ વિશે જણાવતાં ખૂબ ઉત્સાહિત છું. મારું સૌભાગ્ય છે કે તેમાં હીરોનો રોલ પ્લે કરવાની તક મળી છે.'' 

આ સાથે જ ફિલ્મ વિશે જણાવતાં અક્ષય કુમાર (Akshay Kumar)એ લખ્યું છે કે ''સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ મારી સૌથી મોટી ફિલ્મમાંથી એક છે.'' તમને જણાવી દઇએ કે આ ફિલ્મનું પ્રોડક્શન યશ રાજ ફિલ્મ્સ કરી રહી છે. તો બીજી તરફ ફિલ્મનું નિર્દેશન ચાણક્ય જેવી યાદગાર સીરિયલ બનાવનાર ડો.ચંદ્વપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે. આ ફિલ્મ આગામી વર્ષે દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.  

તો બીજી તરફ આગામી સમયમાં અક્ષય કુમાર (Akshay Kumar) ની 5 ફિલ્મો ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. જેમાં હાઉસફૂલ 4, લક્ષ્મી બમ, ગુડ ન્યૂઝ, સૂર્વવંશી અને બચ્ચન પાંડે સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More