Home> Entertainment
Advertisement
Prev
Next

#MeTooમાં હવે પૂનમ પાંડેની એન્ટ્રી, શુટિંગ દરમિયાન તેની સાથે પણ થયું હતું કંઈક એવુ...

પૂનમ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના શક્તિ કપૂર સાથે અનેક બોલ્ડ સીન છે

#MeTooમાં હવે પૂનમ પાંડેની એન્ટ્રી, શુટિંગ દરમિયાન તેની સાથે પણ થયું હતું કંઈક એવુ...

 નવી દિલ્હી : #MeToo આંદોલનમાં નવું નામ ઉભરીને સામે આવ્યું છે. હવે પૂનમ પાંડેએ  #MeToo કેમ્પેઈનના પ્રતિ સમર્થન આપતા કહ્યું કે, તે પોતે પણ આ પ્રકારની અસહજ સ્થિતિનો સામનો કરી ચૂકી છે. જોકે, પૂનમ પાંડેએ સીધેસીધું કોઈનું નામ નથી લીધું. પૂનમે પોતાની ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ના શુટિંગના કેટલાક અનુભવો શેર કર્યાં છે.

આ વિશે પૂનમે કહ્યું કે, એક્ટ્રેસિસને આ પ્રકારની બાબતોથી પસાર થવું પડે છે. ફિલ્મના શુટિંગ દરમિયાન મને આ પ્રકારની પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું. અમે શુટિંગ દરમિયાન બેડરૂમ સીન કરી રહ્યા હતા. આ દરમિયાન મારા સાથી કલાકાર એવું પ્રતીત કરાવી રહ્યા હતા, જાણે તેઓ રીલમાં નહિ પણ રિયલ લાઈફમાં મારી સાથે બેડરૂમ સીન કરી રહ્યાં છે.

fallbacks

સાથી કલાકારનું નામ પૂછવા પર પૂનમે કહ્યું કે, હું હાલ કોઈ પ્રકારના કોન્ટ્રોવર્સીમાં પડવા નથી માંગતી. મારી ફિલ્મ રિલીઝ થવાની છે. હું તેમનું નામ લેવા નથી માંગતી, કેમ કે તેમની ઉંમરની મારી દીકરી છે. જોકે, પૂનમે કોઈનું પણ નામ લીધું નહિ, પરંતુ તેણે કહ્યું કે, તે કલાકાર ઈન્ડસ્ટ્રીઝના સૌથી મોટા વિલનમાંથી એક છે. 

#MeToo : ‘સુભાષ ઘઈએ પાછળથી મારો સ્કર્ટ ખેંચ્યો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો’

પૂનમનું કહેવું છે કે, આ જ કારણ હતું કે, ગત સપ્તાહ ફિલ્મના ટ્રેલર રિલીઝ સમયે તે હાજર ન હતી. તેમજ કેટલાક મહિનાઓ પહેલા ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું ન હતું.  

fallbacks

ઉલ્લેખનીય છે કે, પૂનમ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના શક્તિ કપૂર સાથે અનેક બોલ્ડ સીન છે. ફિલ્મ આર્થિક રીતે ગરીબ મા અને દીકરીની સ્ટોરી છે. યુવતી પોતાના સપના પૂરા કરવા અને આગળનો અભ્યાસ કરવા માટે અમેરિકા જવા માંગે છે. પરંતુ આ વચ્ચે જ તેને એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કે તે ફસાઈ જાય છે. ફિલ્મમાં શક્તિ કપૂર અમીર શખ્સની ભૂમિકા ભજવી રહ્યાં છે. 

#MeTooની જોરદાર ઈફેક્ટ, ‘હાઉસફુલ-4’માંથી સાજિદ ખાન બાદ હવે નાના પણ OUT

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More