Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા અને નિક વચ્ચે કંઈક તો છે ખાસ, ફરી મળ્યો તસવીરી પુરાવો

દસ વર્ષ નાના અમેરિકન સિંગર નિક જોનસ અને પ્રિયંકા ચોપડાના રોમેન્સની ચર્ચા ચરમસીમા પર છે

પ્રિયંકા અને નિક વચ્ચે કંઈક તો છે ખાસ, ફરી મળ્યો તસવીરી પુરાવો

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનસની રિલેશનશીપની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે. આ સંજોગોમાં પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે પણ આ મામલે બંનેમાંથી કોઈ સ્પષ્ટતા નથી કરી. આમ તો પ્રિયંકા મોટાભાગે પોતાના કામના કારણે ચર્ચામાં રહેતી હોય છે પણ છેલ્લા કેટલાસ સમયથી તે પોતાનાથી 10 વર્ષ નાના અમેરિકન સિંગર સાથેની રિલેશનશીપના કારણે ચર્ચામાં છે. હાલમાં પ્રિયંકા અને નિકની કેટલીક તસવીરો ફરી વાઇરલ થઈ છે. આ તસવીર નિકના ભાઈના લગ્નની છે. 

હકીકતમાં પ્રિયંકા ચોપડા પોતાના કથિત બોયફ્રેન્ડ નિક સાથે તેના કઝિન રાહેલ તંબુરેલીના લગ્નમાં પહોંચી હતી. અહીં પ્રિયંકા અને નિકે એકબીજાનો હાથ પકડીને હાજરી આપી હતી. આ લગ્નમાં ગોલ્ડન કલરના ડ્રેસમાં પ્રિયંકા ગજબની ખૂબસુરત લાગી રહી હતી જ્યારે નિક ફોર્મલમાં જોવા મળ્યો હતો. આ પહેલાં બંને ન્યૂ યોર્કના જેએફકે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સામાન્ય રીતે પ્રિયંકા પોતાની પર્સનલ લાઇફ વિશે બહુ જલ્દી વાત નથી કરતી અને નિક વિશે પણ તેણે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી. 

 

More Candids. #priyankachopra #nickjonas

A post shared by Priyanka Chopra Fan Page 🌏🌈 (@pcourheartbeat) on

આ પહેલાં પણ પ્રિયંકા અને નિકના ડેટિંગની કેટલીક તસવીરો સામે આવી છે જે જોઈને લાગે છે કે તેમનો સંબંધ મિત્રતા કરતા કંઇક વિશેષ છે. નિકે પોતાના ભાઈ કેવિન અને ભાભી ડેનિયલ સાથે પણ પ્રિયંકાની મુલાકાત કરાવી છે.  આ સંજોગોમાં બંનેએ એકસાથે લગ્નમાં આપેલી હાજરી સ્પષ્ટ કરે છે કે નિકના જીવનમાં પ્રિયંકાનું સ્થાન મહત્વનું છે. નોંધનીય છે કે પ્રિયંકા અને નિક પહેલીવાર 2017માં મેટ ગાલામાં મળ્યા હતા. 

બોલિવૂડના બીજા સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More