Home> Entertainment
Advertisement
Prev
Next

ફોટોઃ પટોડી પેલેસમાં પિતા સૈફ અલી ખાનની સાથે ખેતી કરતો જોવા મળ્યો તૈમૂર


સૈફ અલી ખાન અને કરીના કપૂર થોડા દિવસ પહેલા પોતાના પુત્ર તૈમૂરની સાથે પટોડી પેલેસમાં રોકાયા હતા. આ સમયની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર સામે આવી છે, જેમાં તૈમૂર સૈફની સાથે ખેતરમાં રમતો જોવા મળી રહ્યો છે.

ફોટોઃ પટોડી પેલેસમાં પિતા સૈફ અલી ખાનની સાથે ખેતી કરતો જોવા મળ્યો તૈમૂર

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર સૈફ અલી ખાન અને કરીના કપૂરથી વધુ પોપ્યુલર તેમનો પુત્ર તૈમૂર છે. તૈમૂરની તસવીરો લોકો ખુબ પસંદ કરે છે અને તે પપરાજીનો ફેવરિટ સ્ટારકિડ છે. હાલમાં સૈફ અને તૈમૂરની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં નાનો તૈમૂર પોતાના પિતાની સાથે પટોડી પેલેસમાં ખેતી કરતો જોવા મળી રહ્યો છે. 

થોડા દિવસ પહેલા પટોડી પેલેસમાં હતો સૈફ પરિવાર
સૈફ અલી ખાન થોડા દિવસ પહેલા કરીના કપૂર અને તૈમૂરની સાથે ગુરૂગ્રામની પાસે સ્થિત પટોડી પેલેસથી પરત ફર્યા છે. તેના પરત ફર્યા બાદ બંન્નેની તસવીરો બાલમાં ઇન્ટરનેટ પર સામે આવી છે. આ તસવીરોમાં તૈમૂર ખેતર વચ્ચે પાણીમાં ઉભો દેખાઈ રહ્યો છે. 

કરીના કપૂર ગઈ હતી શૂટિંગ માટે
સૈફ ત્યારે પોતાના પટોડી પેલેસમાં રોકાયો હતો જ્યારે કરીના કપૂર પોતાની આવનારી ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'ની શૂટિંગ આમિર ખાનની સાથે દિલ્હીમાં કરી રહી હતી. આ દરમિયાન તૈમૂરે પટોડી પેલેસમાં ખુબ મસ્તી કરી હતી. 

તો શું હવે કૃષ્ણા અભિષેક પણ છોડી દેશે કપિલ શર્મા શો? જાણો શું છે હકિકત

પેન્ટિંગ પણ કરે છે તૈમૂર
ખેતરમાં મસ્તી કરતા તૈમૂરની તસવીર હવે સામે આવી છે. આ પહેલા તે પેન્ટિંગ કરતો પણ જોવા મળ્યો હતો. કરીના કપૂરે તૈમૂરની બનાવેલી એક પેન્ટિંગનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More