Home> Entertainment
Advertisement
Prev
Next

Palak Tiwari નો એકદમ ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, પૈપરાઝીને પાછળથી ફોટો ન લેવા કહેવું પડ્યું.. જુઓ Video

Palak Tiwari Video: આ વીડિયોમાં પણ પલક તિવારી સુંદર તો લાગે છે પરંતુ તેનો એકદમ ટુંકો ડ્રેસ તેના માટે મુસીબત બની ગયો છે. પલક તિવારીએ એટલો ટુંકો ડ્રેસ પહેર્યો હતો કે તેને પૈપરાઝીને રિક્વેસ્ટ કરવી પડી કે તેઓ પાછળથી તેના ફોટો કે વિડિયો ના લે.

Palak Tiwari નો એકદમ ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, પૈપરાઝીને પાછળથી ફોટો ન લેવા કહેવું પડ્યું.. જુઓ Video

Palak Tiwari Video: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી અને બોલીવુડ અભિનેત્રી પલક તિવારી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહે છે. પલક તિવારીએ ઇન્ડસ્ટ્રીમાં હજી કામ તો ઓછું કર્યું છે પરંતુ 24 વર્ષની ઉંમરે પ્રખ્યાતી ઘણી મેળવી લીધી છે. પલક તિવારી ઘણી વખત પૈપરાઝીના કેમેરામાં કેદ થાય છે. તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. 

આ પણ વાંચો: The Great Indian Kapil Show નું ટ્રેલર આઉટ, આ કલાકારો બનશે કપિલના મહેમાન

તેમાં હવે પલક તિવારીનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પણ પલક તિવારી સુંદર તો લાગે છે પરંતુ તેનો એકદમ ટુંકો ડ્રેસ તેના માટે મુસીબત બની ગયો છે. પલક તિવારીએ એટલો ટુંકો ડ્રેસ પહેર્યો હતો કે તેને પૈપરાઝીને રિક્વેસ્ટ કરવી પડી કે તેઓ પાછળથી તેના ફોટો કે વિડિયો ના લે.

આ પણ વાંચો: Do Aur Do Pyaar ફિલ્મમાં ફરી જોવા મળશે વિદ્યા બાલનનો બોલ્ડ અવતાર, જુઓ Teaser

પલક તિવારીના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર થયાની સાથે જ વાયરલ થવા લાગે છે. તાજેતરનો આ વિડીયો પણ વાયરલ થઈ રહી છે. આ વીડિયોમાં પલક તિવારીએ યલો કલરનો ઓફશોલ્ડર ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે ક્યુટ લાગે છે પરંતુ તેણે કરેલી રિક્વેસ્ટ ના કારણે વિડિયો વાયરલ થવા લાગ્યો છે. 

પલક તિવારીને જોઈને ફોટોગ્રાફર તેના વિડીયો અને ફોટો લેવા લાગે છે. ફોટોગ્રાફર તિવારીના વખાણ પણ કરે છે. પલક તિવારી ફોટોગ્રાફરનો આભાર માને છે અને પછી રિક્વેસ્ટ કરે છે કે, તેનો પાછળનો વિડીયો અને ફોટો ન લેવામાં આવે... ત્યાર પછી પલક તિવારી ત્યાંથી જવા લાગે છે અને પાછળ ફરીને ચેક પણ કરે છે કે કોઈ તેના ફોટો નથી લેતા ને..   

આ પણ વાંચો: પ્રિયંકાએ દીકરી માલતી અને પતિ નિક જોનસ સાથે કર્યા રામ મંદિરમાં દર્શન, જુઓ Photos

પલક તિવારીના કામની વાત કરીએ તો વર્ષ 2023 માં આવેલી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં તે જોવા મળી શકે. આ સિવાય તે હાર્ડી સંધુ સાથે એક મ્યુઝિક વીડિયોમાં પણ કામ કરી ચૂકી છે. મ્યુઝિક વિડીયોથી તેને પોપ્યુલારીટી મળી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More