Home> Entertainment
Advertisement
Prev
Next

OSCARS Nomination 2023: રાષ્ટ્રપતિના ઘરની બહાર કુદકા માર્યા તો...ઓસ્કાર માટે નોમિનેટ થયું 'નાટુ નાટુ'

OSCARS Nomination 2023: નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ્રી ધ એલિફેંટ વ્હિસ્પરર્સ (The Elephant Whisperers) શોર્ટ ડોક્યુમેન્ટ્રી કેટેગરીમાં નોમિનેટ થઈ છે. આ પ્રતિષ્ઠિત ગોલ્ડન એવોર્ડની રેસમાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો પણ હતી. પણ તેને સફળતા મળી નથી. જ્યારે S.S.રાજામૌલીની RRR પણ બેસ્ટ ફિલ્મ નોમિનેશનની રેસમાં હતી. અલબત RRRના ગીત ‘નાચો-નાચો’ને આ મહિનાની શરૂઆતમાં સર્વશ્રેષ્ઠ મૂળ ગીત શ્રેણીમાં ભારતનો પ્રથમ ગોલ્ડન ગ્લોબ પણ જીત્યો હતો.

OSCARS Nomination 2023: રાષ્ટ્રપતિના ઘરની બહાર કુદકા માર્યા તો...ઓસ્કાર માટે નોમિનેટ થયું 'નાટુ નાટુ'

OSCARS Nomination 2023: ફિલ્મ RRRએ ફરી એક વખત કમાલ કરી છે. ફિલ્મના ગીત નાચો-નાચો જે હિન્દી વર્જન છે જોકે, તેના ઓરિજિનલ તેલેગુ વર્જન નાટુ નાટુ (Naatu-Natu Song)ને ઓસ્કાર એવોર્ડ્સ (Oscar Awards)માં ઓરિજનલ સોંગ કેટેગરી (Original Song category)માં નોમિનેશન (Nomination) પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત શૌનક સેન (Shaunak Sen)ની ડોક્યુમેન્ટ્રી ફિચર ઓલ ધેટ બ્રીથ્સ (All That Breathes)ને પણ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે.
 

 

નેટફ્લિક્સની ડોક્યુમેન્ટ્રી ધ એલિફેંટ વ્હિસ્પરર્સ (The Elephant Whisperers) શોર્ટ ડોક્યુમેન્ટ્રી કેટેગરીમાં નોમિનેટ થઈ છે. આ પ્રતિષ્ઠિત ગોલ્ડન એવોર્ડની રેસમાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો પણ હતી. પણ તેને સફળતા મળી નથી. જ્યારે S.S.રાજામૌલીની RRR પણ બેસ્ટ ફિલ્મ નોમિનેશનની રેસમાં હતી. અલબત RRRના ગીત ‘નાચો-નાચો’ને આ મહિનાની શરૂઆતમાં સર્વશ્રેષ્ઠ મૂળ ગીત શ્રેણીમાં ભારતનો પ્રથમ ગોલ્ડન ગ્લોબ પણ જીત્યો હતો.
 

 

ટીમે ટ્વિટ પર ‘નાચો નાચો’ના એક સ્ટિલ શેર કરતા સમગ્ર ટીમને અભિનંદન આપ્યા છે. ઓસ્કાર એવોર્ડ 2023માં નોમિનેશનને લઈ સમગ્ર ટીમ ખૂબ જ ખુશ છે. એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મએ એક ઈતિહાસ રચી દીધો છો. અગાઉ તેણે ગોલ્ડન ગ્લોબ 2023 એવોર્ડ અને હવે ઓસ્કાર એવોર્ડ 2023 નોમિનેશનમાં પોતાનું સ્થાન મેળવી લીધુ છે.

ઉલ્લેખનીય છેકે, 'RRR'ના નિર્દેશક એસએસ રાજામૌલીએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત શૅર કરી હતી. તેમણે કહ્યું હતું કે, "યુક્રેનના રાષ્ટ્રપતિ આવાસનું લોકેશન વાસ્તવિક હતું. રાષ્ટ્રપતિ આવાસની બાજુમાં જ યુક્રેનની સંસદ છે. સદભાગ્યે તેમણે અમને શૂટિંગ માટેની પરવાનગી આપી હતી, કેમ કે યુક્રેનના રાષ્ટ્રપતિ પણ એક સમયે ટેલિવિઝન અભિનેતા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More