Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનાસની Ex ગર્લફ્રેન્ડે આપ્યું કંઇક આવું રિએક્શન

બોલીવુડ એક્ટ્રેસ પિયંકા ચોપડા અને હોલીવુડ પોપ સ્ટાર નિક જોનાસ હાલમાં જ તેઓ સગાઇના બંધનામ બંધાયા છે. મુંબઇમાં 18 ઓગસ્ટે પારંપરિક રોકાની વિધી કર્યા બાદ આ બંને જણાએ સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારેબાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. તો બીજીબાજુ ફિઆન્સ નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાની ઉંમર વચ્ચે 11 વર્ષનો તફાવત હોવાથી તેમને સોશિયલ મીડિયામાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન નિકની એક્સ ગર્લફ્રેન્ડ ઓલીવિયા કલ્પોએ પણ આ સંબધને લઇને પોતાનું રિએક્શન દેખાળ્યું હતું.

પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનાસની Ex ગર્લફ્રેન્ડે આપ્યું કંઇક આવું રિએક્શન

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ પિયંકા ચોપડા અને હોલીવુડ પોપ સ્ટાર નિક જોનાસ હાલમાં જ તેઓ સગાઇના બંધનામ બંધાયા છે. મુંબઇમાં 18 ઓગસ્ટે પારંપરિક રોકાની વિધી કર્યા બાદ આ બંને જણાએ સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારેબાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. તો બીજીબાજુ ફિઆન્સ નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાની ઉંમર વચ્ચે 11 વર્ષનો તફાવત હોવાથી તેમને સોશિયલ મીડિયામાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન નિકની એક્સ ગર્લફ્રેન્ડ ઓલીવિયા કલ્પોએ પણ આ સંબધને લઇને પોતાનું રિએક્શન દેખાળ્યું હતું.

નિકની એક્સ ગર્લફ્રેન્ડ પૂર્વ મિસ યુનિવર્સ ઓલીવિયાએ કહ્યું હતું કે, ‘કોઇપણ, કોઇપણ સમયે પાતાના પ્રેમને મેળવી શકે છે. ખાસ કરીને આ ઇંડસ્ટ્રીમાં, કેમ કે આ મુશ્કેલ છે.’ ઓલિવિયાએ વધુમાં કહ્યું કે, ‘હું તેમના માટે ખુશ છું. ઇચ્છા વ્યક્ત કરુ છું કે દરેકને પ્રેમ અને ખુશી મળે. અમે અલગ થઇ ગયા છીએ માટે એવું નથી કે હું તેમના માટે દુવા ના કરું.’ તમને જણાવી દઇએ કે ઓલિવિયા કલ્પો અને નિક જોનાસ વચ્ચે બે વર્ષ રહેલા સંબધનો 2015માં અંત આવ્યો હતો. ઓલિવિયા હાલ અમેરિકાના ફૂટબોલ પ્લેયર ડેનિયલ જેમ્સ અમેન્ડોલાની સાથે ડેટ કરી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I couldn’t be happier for my brother. Welcome to the family @priyankachopra We love you 🤗

A post shared by J O E J O N A S (@joejonas) on

ફિલ્મી સ્ટારે પાઠવ્યા અભિનંદન
પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની તરફતી તેમના વચ્ચેના સંબધની સત્તાવાર જાહેરાત કર્યા બાદ અભિનંદનનો સિલસિલો શરૂ થઇ ગયો હતો. સોશિયલ મીડિયા દ્વારા તમામ સેલિબ્રિટીઝે બંનેને અભિનંદન પાઠવ્યા હતા. સૌથી પહેલા પ્રીતિ ઝિંટાએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, વરૂણ ધવન, મલાઇકા અરોડા જેવા અન્ય સ્ટાર્સે પણ આ જોડીને અભિનંદન પાઠવ્યા હતા. પ્રિયંકાએ આ અભિનંદન પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. હવે બધાને આ બંનેના લગ્નની રાહ જોઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ જોડી ઓક્ટોબરમાં લગ્ન કરી શેક છે.

નિકના પરિવારજનોએ વ્યક્ત કરી ખુશી
નિકના ભાઇની ગર્લફ્રેન્ડ સોફી ટર્નરે પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના ઇંસ્ટાગ્રામ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. તેણે આ સુંદર જોડીને અભિનંદન આપવાની સાથે પ્રિયંકા ચોપડાને પરિવારમાં સ્વાગત કર્યું હતું. ત્યારે નિકના ભાઇ જો જોનાસે પણ તેના ભાઇ અને ભાભીને અભિનંદન પાઠવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More