Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : શું છે શોલેની 'નકલી બસંતી'ની અસલી હકીકત, જુઓ ZEE5 પર 'ધ શોલે ગર્લ'

આ ટીઝરની શરૂઆત ફિલ્મ શોલેના લોકપ્રિય સીનથી થાય છે

VIDEO : શું છે શોલેની 'નકલી બસંતી'ની અસલી હકીકત, જુઓ ZEE5 પર 'ધ શોલે ગર્લ'

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ બાબૂમોશાય બંદૂકબાજમાં જોવા મળેલી એક્ટ્રેસ બિદિતા બેગ હવે બોલિવૂડના બહુ ચર્ચિત પાત્ર રેશમા પઠાણના રોલમાં જોવા મળશે. રેશમા બોલિવૂડની પહેલી સ્ટન્ટ વુમન હતી અને સુપરહિટ ફિલ્મ 'શોલે'માં હેમા માલિનીના બોડી ડબલ તરીકે જોવા મળી હતી. 

હવે રેશમાના જીવન પર આધારિત એક વેબ સિરીઝ બનાવવામાં આવી છે અને આ રોલ બિદિતા બેગ ભજવવાની છે. ફિલ્મ 'શોલે'ના હેમા માલિનીના સ્ટન્ટના રોલ તેની બોડી ડબલ રેશમા પઠાણે કર્યા હતા. 

હાલમાં આ વેબ સિરીઝનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે જે ઇન્ટરનેટ પર બહુ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. આ ટીઝરની શરૂઆત ફિલ્મ શોલેના સીનથી થાય છે. 1 મિનિટ અને 9 સેકન્ડના આ ટીઝરને જોઈને તમે આખી સિરીઝ જોવા માટે મજબૂર થઈ જશો. આ વેબ સિરીઝ 8 માર્ચથી ZEE5 પર સ્ટ્રીમ થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More