Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : જબરદસ્ત છે 'જબરિયા જોડી'નું લેટેસ્ટ સોંગ 'ઢૂંઢે અખિયાં'

આ ગીતના વીડિયોમાં પરિણીતી ચોપડા અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે

VIDEO : જબરદસ્ત છે 'જબરિયા જોડી'નું લેટેસ્ટ સોંગ 'ઢૂંઢે અખિયાં'

નવી દિલ્હી : પરિણીતી ચોપડા અને સિદ્ધાર્થ મલ્હોત્રાને ચમકાવતી ફિલ્મ જબરિયા જોડીનું લેટેસ્ટ સોંગ ઢુંઢે અખિયા લોન્ચ કરાયું છે જે લોકોને બહુ પસંદ પડી રહ્યું છે. આ ગીતને એક કલાકમાં એક લાખ કરતા વધારે લોકોએ જોઈ લીધું છે. આ ગીતના વીડિયોમાં પરિણીતી અને સિદ્ધાર્થ વચ્ચે ગજબની કેમિસ્ટ્રી દેખાય છે. આ ગીતને સિંગર યાસિર દેસાઈ તેમજ અલ્તમશ ફરીદીએ ગાયું છે અને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યુ છે. આ બિહારની પૃષ્ઠભૂમિ પર બનેલી એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. 

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસ પરિણીતી ચોપડાની આગામી ફિલ્મ જબરિયા જોડીના બે નવા ગીત 'જિલા હિલેલા' અને 'ખડકે ગ્લાસી' સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહ્યા છે. જિલા હિલેલા ગીતને રાજા હસન, દેવ નેગી, પ્રવેશ મલિક અને મોનાલી ઠાકુરે મળીને ગાયું છે. Zee Music Company દ્વારા રિલીઝ કરાયેલા આ વીડિયોમાં સિદ્ધાર્થ અને એલી અવરામ ડાન્સ કરતા જોવા મળ્યા છે. આ સિવાય અન્ય સોંગ ખડકે ગ્લાસી પણ લોકોને બહુ પસંદ પડ્યું છે. ખડકે ગ્લાસી સોંગ અશોક મસ્તી અને જ્યોતિકાએ ગાયું છે. સોંગને તનિષ્ક બાગચીએ કંપોઝ કર્યું છે. તેની કોરિયોગ્રાફી બોસ્કો માર્ટિસે કરી છે. ખડકે ગ્લાસી અત્યારથી જ લોકપ્રિય બની રહ્યું છે. આ સોંગ ઓરિજીનલી યો યો હની સિંહે ગાયું હતું.

ફિલ્મમાં અપારશક્તિ ખુરાના, સંજય મિશ્રા, નીરજ સૂદ, ગોપાલ દત્ત, જાવેદ જાફરી અને ચંદન રોય સન્યાલ પણ છે. ફિલ્મને શોભા કપૂર, એકતા કપૂર અને શૈલેશ આર. સિંહે પ્રોડ્યુસ કરી છે. જબરિયા જોડી બાલાજી ટેલિફિલ્મ્સની ફિલ્મ છે. ફિલ્મ બીજી ઓગસ્ટે રિલીઝ થશે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More