Home> Entertainment
Advertisement
Prev
Next

Video : રિલીઝ થયું 'ગલી બોય'નું ગીત Doori, અંદાજ છે હટકે

રણવીરની અવાજમાં રિલીઝ થયેલું ગીત દેશની ગંભીર સમસ્યા પર કેન્દ્રિત છે

Video : રિલીઝ થયું 'ગલી બોય'નું ગીત Doori, અંદાજ છે હટકે

નવી દિલ્હી : રણવીર સિંહની આગામી ફિલ્મ 'ગલી બોય' છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝની સાથે જ ચર્ચામાં છે. હાલમાં આ ફિલ્મનું લેટેસ્ટ ગીત 'દુરી' રિલીઝ થયું છે. રણવીરના અવાજમાં રિલીઝ થયેલું આ ગીત દેશની સમસ્યાઓ પર કેન્દ્રિત છે. ફિલ્મનો ઓડિયો jukebox પહેલાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મમાં કુલ 18 ગીત છે. 

મૌની રોયનો આ VIDEO ઇન્ટરનેટ પર મચાવી રહ્યો છે ધમાલ, 10 કરોડ લોકોએ જોયો અને તમે ?

'દુરી' સોન્ગ રિશી રિચે કમ્પોઝ કર્યું છે અને શબ્દો લખ્યા છે જાવેદ અખ્તર અને ડિવાઇને. આ ગીતને રિલીઝ પછી 4 લાખ કરતા વધારે વ્યુઝ મળી ચુક્યા છે. 

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇમેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ મુંબઈના બે છોકરાઓની વાર્તા છે. મુંબઈના સ્લમમાં જન્મેલા નાવેદ શેખ ઉર્ફે નેઝી અને વિવિયન ફર્નાન્ડિસ ઉર્ફે ડિવાઇનની સ્ટોરી આ ફિલ્મનો મેઇન પ્લોટ છે. આના બેકડ્રોપમાં બીજા રેપર્સની સ્ટોરી પણ દેખાડવામાં આવશે. 

આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ અને કલ્કિ કેકલા મુખ્ય રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં પહેલીવાર આલિયા અને રણવીર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ડિરેક્શન ઝોયા અખ્તરે કર્યું છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More