Home> Entertainment
Advertisement
Prev
Next

Morni Banke Song OUT : આયુષ્યમાન અને સાન્યાનું આ ગીત સાંભળીને મન થઈ જશે નાચવાનું

ફિલ્મ 'બધાઈ હો'નું નવું ગીત આવી ગયું છે લોકોને પસંદ પડી રહ્યું છે 

Morni Banke Song OUT : આયુષ્યમાન અને સાન્યાનું આ ગીત સાંભળીને મન થઈ જશે નાચવાનું

નવી દિલ્હી : આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની આગામી ફિલ્મ 'બધાઇ હો'નું ટ્રેલર લોકોમાં ચર્ચાનો મુદ્દો બની ગયું છે. હવે આ ફિલ્મનું નવું ગીત 'મોરની બનકે' દર્શકોની સામે રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક ધમાકેદાર ડાન્સ છે અને એમાં આયુષ્યમાન અને સાન્યાની જોડીએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. 

ડિરેક્ટર રવિન્દ્રનાથ શર્માની આ ફિલ્મમાં જબરદસ્ત કોમેડી સિચુએશન છે અને એમાં પહેલીવાર આયુષ્યમાન ખુરાના અને સાન્યા મલ્હોત્રાની જોડી જોવા મળશે. ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે તેમ આ ઘરમાં બધુ જ એકદમ નોર્મલ ચાલી રહ્યું હોય છે તેવામાં અચાનક 25 વર્ષના નકુલના પિતા ઘરવાળાઓને એક આશ્ચર્યજનક ખુશખબરી આપી ચોંકાવી દે છે. તેઓ કહે છે કે તેમની વાઇફ એટલે કે નકુલની મમ્મી પ્રેગ્નેન્ટ છે જેને સાંભળીને ઘરવાળા જ નહીં પણ આડોશી પાડોશી પણ શોકમાં આવી જાય છે. જ્યારે નકુલ માટે તો આ એકદમ શરમ આવે તેવી વાત છે.

'મુલ્ક' અને 'વીરે દે વેડિંગ' જેવી ફિલ્મોમાં દેખાયા પછી નીના ગુપ્તા ફરીવાર મજબૂત રોલમાં જોવા મળશે. નીના એવી મહિલાનો રોલ કરી રહી છે જે આધેડ વયમાં માતા બનવાની છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More