Home> Entertainment
Advertisement
Prev
Next

આ હિરોઇને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મચાવી દીધી છે જબરદસ્ત હલચલ કારણ કે...

જાસમિન આ પહેલાં દિલ સે દિલ તક અને દિલ તો હૈપ્પી હે જી જેવા સીરિયલોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી.

આ હિરોઇને ટીવી ઇન્ડસ્ટ્રીમાં મચાવી દીધી છે જબરદસ્ત હલચલ કારણ કે...

મુંબઈ : ટેલિવિઝન શો કસૌટી જિંદગી કી 2ના ચાહકો માટે મોટા સમાચાર આવ્યા છે. આ ફિલ્મમાં કોમોલિકાના રોલમાં હિના ખાને બધાના દિલ જીતી લીધા હતા. જોકે પોતાની બોલિવૂડ કરિયરના કારણે હિનાએ આ શો અધવચ્ચેથી છોડી દીધો હતો જેના કારણે ચાહકો હતાશ થઈ ગયા હતા. હવે લેટેસ્ટ સમાચાર પ્રમાણે આ રોલમાં નવી હિરોઇન સાઇન કરવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે પ્રોડ્યુસર એકતા કપૂરે આ રોલ માટે જાસમિન ભસીનની પસંદગી કરી છે. જાસમિન આ પહેલાં દિલ સે દિલ તક અને દિલ તો હૈપ્પી હે જી જેવા સીરિયલોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તે ખતરો કે ખિલાડીમાં પણ જોવા મળી હતી.

એક તકબક્કે ચર્ચા હતી કે હિના ખાન જેવી બોલિવૂડ પ્રોજેક્ટમાંથી ફ્રી થઈ જશે કે તરત શોમાં વાપસી કરશે પરંતુ હિના ખાનનો ઈરાદો અલગ જ લાગે છે. આ સંજોગોમાં શોની પ્રોડ્યૂસર એકતાએ કોમોલિકાના રોલ માટે બીજી એક્ટ્રેસની શોધ શરૂ કરી દીધી હતી.  હિનાની વાત કરીએ તો તેણે હાલમાં એક ફિલ્મ સાઇન કરી છે. ફિલ્મ ‘લાઇન્સ’ના શૂટિંગ પછી હિનાએ એક મોટી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મમાં તે એક્ટર વિવાન ભથેના સાથે રોમેન્સ કરતી નજરે ચડશે. હકીકતમાં હિનાએ પોતાના ફેન્સ સાથે લાઇવ ચેટ કરી હતી. આ લાઇવ ચેટ દરમિયાન માહિતી આપી હતી કે એનો આગામી પ્રોજેક્ટ એક શોર્ટ ફિલ્મ હશે અને એને મોટા પ્લેટફોર્મ પર દર્શકો માટે રિલીઝ કરવામાં આવશે. 

એક એન્ટરટેન્મેન્ટ વેબસાઈટના રિપોર્ટ પ્રમાણે, આવનારા એપિસોડમાં કોમોલિકા અને મિસ્ટર બજાજ એકસાથે કામ કરશે. કોમોલિકાના રોલ માટે કેટલીક એક્ટ્રેસના નામનું સજેશન એકતા કપૂરને આપવામાં આવ્યું હતું, જેમાં રાગિણી ખન્ના, મધુરિમા તુલી અને રિદ્ધી ડોગરાનું નામ સામેલ હતું. પરંતુ એકતા કપૂરે સનાયા ઈરાનીના નામ પર મહોર લગાવી હતી જો કે તેણે આ રોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More