Home> Entertainment
Advertisement
Prev
Next

Sushant Singh Rajput drug case: NCB એ દાખલ કરી ચાર્જશીટ, આરોપીઓમાં રિયા ચક્રવર્તી સહિત 33 લોકોના નામ

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આજે NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટ 12000 પેજની છે.

Sushant Singh Rajput drug case: NCB એ દાખલ કરી ચાર્જશીટ, આરોપીઓમાં રિયા ચક્રવર્તી સહિત 33 લોકોના નામ

મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આજે NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટ 12000 પેજની છે. ચાર્જશીટમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે એનસીબીની ભાષામાં તેને કમ્પ્લેન્ટ કહે છે અને પોલીસની ભાષામાં તેને ચાર્જશીટ કહે છે. 

NCBએ દાખલ કરી 12 હજાર પેજની ચાર્જશીટ
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે મુંબઈમાં 12 હજારથી વધુ પેજની ચાર્જશીટ દાખલ કરી. જ્યારે ડિજિટલ ફોર્મેટમાં 50 હજાર જેટલા પેજ છે. ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી ઉપરાંત તેના નીકટના અનેક લોકો અને ડ્રગ્સ પેડલર્સના નામ પણ આરોપી તરીકે સામેલ છે. એનસીબીની આ કમ્પ્લેન્ટ ડ્રગ્સ જપ્તી, ઈલેક્ટ્રોનિક ઉપકરણોના રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ અને સાક્ષીઓની જુબાનીના આધારે તૈયાર કરાયો છે. 

3 મહિના  બાદ સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી શકે છે એનસીબી
NCB ના ઝોનલ ડાઈરેક્ટર સમીર વાનખેડે ચાર્જશીટ લઈને પહોંચ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ આ મુખ્ય ચાર્જશીટના ત્રણ મહિના બાદ NCB એક સપ્લિમેન્ટ્રી ચાર્જશીટ પણ કોર્ટમાં રજુ કરી શકે છે. જેમાં સારા અલી ખાન, શ્રદ્ધા કપૂરના નામ સામેલ હોઈ શકે છે. તેમના વિરુદ્ધ પણ NCB ને અનેક પુરાવા મળ્યા હતા, જેની તપાસ હજુ ચાલુ છે. જો કે એનસીબીની યાદીમાં દીપિકા પાદુકોણનું નામ સામેલ નથી. 

14 જૂનના રોજ મુંબઈમાં મળ્યો હતો સુશાંતનો મૃતદેહ
અત્રે જણાવવાનું કે ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ ગત વર્ષે 14 જૂનના રોજ બાન્દ્રા સ્થિત તેના ઘરેથી મળ્યો હતો. સુશાંતના મોત બાદ દિવંગત અભિનેતાના પિતા કે કે સિંહે આત્મહત્યા માટે ઉક્સાવવાનો આરોપ લગાવતા પટણામાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ત્યારબાદ ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર મોતની તપાસ સીબીઆઈને સોંપાઈ અને આ  કેસમાં ડ્રગ્સના તાર જોડાવવા લાગ્યા અને નારકોટિક્સ બ્યૂરોની પણ એન્ટ્રી થઈ. 

રિયા ચક્રવર્તીની સીબીઆઈ ઉપરાંત ઈડી અને એનસીબીએ લાંબી પૂછપરછ કરી હતી. આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શૌવિક ચક્રવર્તીને એનસીબીએ સપ્ટેમ્બરમાં ધરપકડ કરી હતી. લગભગ એક મહિનો જેલમાં રહ્યા બાદ  રિયાને જામીન મળ્યા હતા. જો કે સુશાંતનું મોત કેવી રીતે થયું તેની તપાસ હજુ ચાલુ છે. લગભગ 9 મહિના  બાદ પણ સત્ય સામે આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More