Home> Entertainment
Advertisement
Prev
Next

કંઇક આ અંદાજમાં જોવા મળશે Varun Dhawanની દુલ્હનીયા Natasha! જોઇને કહેશો 'WOW'

વરૂણ ધવન (Varun Dhawan) આ વિકેન્ડ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે અને અલીબાગ સ્થિત ધ મેન્શન હાઉસમાં તેના લગ્નની વિધિની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની દુલ્હન બનતા જોવા માટે બેકરાર છે.

કંઇક આ અંદાજમાં જોવા મળશે Varun Dhawanની દુલ્હનીયા Natasha! જોઇને કહેશો 'WOW'

નવી દિલ્હી: અભિનેતા વરૂણ ધવન (Varun Dhawan) આ વિકેન્ડ તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ (Natasha Dalal) સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે અને અલીબાગ સ્થિત ધ મેન્શન હાઉસમાં તેના લગ્નની વિધિની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલની દુલ્હન બનતા જોવા માટે બેકરાર છે. નતાશા દલાલના લહેંગા પર દરેકની નજર રહેશે. આ વચ્ચે રિપોર્ટ્સ છે કે, નતાશા તેના લગ્નમાં પોતાનો ડિઝાઈન કરેલા લહેંગો પહેરવાની છે. તમને જણાવી દઇએ કે, નતાશા દલાલ એક ફેશન ડિઝાઈનર છે અને બ્રાઈડલ કલેક્શન માટે જાણીતી છે. જુઓ નતાશા દલાલનું બ્રાઇડલ કલેક્શન.

fallbacks

નતાશા દલાલનું બ્રાઇડલ કલેક્શન
નતાશા દલાલના બ્રાઇડલ કલેક્શન પર એક નજર કરીએ તો તમને આભાસ થાય છે કે, તેનો પ્રિય કલર બેબી પિંક છે. નતાશા દલાલ પોતે પણ ગુલાબી રંગના લહેંગામાં સુંદર દેખાશે.

fallbacks

નતાશાએ દરેક રંગની બ્રાઈડલ ડ્રેસ તૈયાર કરી
નતાશા દલાલે દરેક રંગને લઇને બ્રાઇડલ ડ્રેસ તૈયાર કરી છે. તેનું કલેક્શન જોઇને જાણી શકો છે કે, મિક્સ એન્ડ મેચ કરવું ખુબજ સુંદરતાથી આવડે છે.

fallbacks

ડાર્ક ગુલાબી રંગનો બ્રાઇડલ ડ્રેસ
નતાશા દલાલે તાજેતરમાં જ આ ડાર્ક ગુલાબી રંગના એક બ્રાઈડલ લહેંગો તૈયાર કર્યો છે. જેની તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છે. આ રંગમાં પણ નતાશા દલાલ સુંદર દેખાઈ રહી છે.

fallbacks

આ કલર પણ નતાશા દલાલ પર ખૂબ સુંદર લાગશે
સામાન્ય રીતે દુલ્હન એટલા લાઇટ શેડ્સ નથી પહેરતી. પરંતુ આજકાલ ટ્રેન્ડ જ લાઈટ શેડ્સનો છે. એવામાં આ કલર પણ નતાશા દલાલ પર ખુબજ સુંદર લાગશે.

fallbacks

આ બ્રાઈડલ ડ્રેસમાં સુંદર દેખાશે નતાશા
નતાશા દલાલે તેના બ્રાઈડલ કલેક્શનમાં ડાર્ક રંગનો પણ ઉપયોગ કર્યો છે. જો તે કંઈક આ પ્રકારના પારંપરિક ડાર્ક રંગનો ડ્રેસ પહેરવાની છે તો તેમાં સુંદર દેખાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More