Home> Entertainment
Advertisement
Prev
Next

હાર્દિક પંડ્યાના ઘરે આવવાનો નવો મહેમાન, પોતાની મંગેતર નતાશા છે પ્રેગનેન્ટ આ રહી તસ્વીર

ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આગામી સમયમાં પિતા બનવા જઇ રહ્યો છે. તેણે પોતાની મંગેતર નતાશા સ્ટૈનકોવિચની (Natasa Stankovic) પ્રેગનેન્સી અંગે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે અને જાહેરાત કરી છે કે, ટુંક જ સમયમાં તેમના ઘરે નાનો મહેમાન પણ આવવાનો છે. તેણે લખ્યું કે, મારી અને નતાશાની સફર ખુબ જ સારી રહી અને હવે તે વધારે સારી થવા જઇ રહી છે. અમે તે બાબતે ઉત્સાહિત છીએ કે અમે એક નવા જીવને અમારા જીવનમાં સમાવિષ્ટ કરવા જઇ રહ્યા છીએ. હું મારા જીવનના આ નવા દોર મુદ્દે ખુબ જ રોમાચિંત છું. અમે તમારા આશિર્વાદ અને શુભકામનાઓ ઇચ્છીએ છીએ. 

હાર્દિક પંડ્યાના ઘરે આવવાનો નવો મહેમાન, પોતાની મંગેતર નતાશા છે પ્રેગનેન્ટ આ રહી તસ્વીર

નવી દિલ્હી : ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) આગામી સમયમાં પિતા બનવા જઇ રહ્યો છે. તેણે પોતાની મંગેતર નતાશા સ્ટૈનકોવિચની (Natasa Stankovic) પ્રેગનેન્સી અંગે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે અને જાહેરાત કરી છે કે, ટુંક જ સમયમાં તેમના ઘરે નાનો મહેમાન પણ આવવાનો છે. તેણે લખ્યું કે, મારી અને નતાશાની સફર ખુબ જ સારી રહી અને હવે તે વધારે સારી થવા જઇ રહી છે. અમે તે બાબતે ઉત્સાહિત છીએ કે અમે એક નવા જીવને અમારા જીવનમાં સમાવિષ્ટ કરવા જઇ રહ્યા છીએ. હું મારા જીવનના આ નવા દોર મુદ્દે ખુબ જ રોમાચિંત છું. અમે તમારા આશિર્વાદ અને શુભકામનાઓ ઇચ્છીએ છીએ. 

કાલથી શરૂ થશે 200 વિશેષ ટ્રેન, RAC અને વેટિંગ લિસ્ટ માટે બનાવાયા છે ખાસ નિયમ

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Mai tera, Tu meri jaane, saara Hindustan. 👫💍 01.01.2020 ❤️ #engaged

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હાર્દિક પંડ્યાએ અભિનેત્રી નતાશા સ્ટૈનકોવિચ સાથે પોતાની કેટલીક તસ્વીર શેર કરી છે. જેમાં એકમાં નતાશાનું બેબી બંપ સ્પષ્ટ પણ જોઇ શકાય છે. અન્ય એખ તસ્વીરમાં આ બંન્ને પારંપારિક વસ્ત્રોમાં જોવા મળી રહ્યા છે. આ તસ્વીર પરથી સ્પષ્ટ થાય છે કે, બંન્નેએ લોકડાઉન દરમિયાન જ લગ્ન કરી લીધા હોઇ શકે છે. જો કે આ બાબતે સસ્પેન્સ યથાવત્ત છે કારણ કે બંન્નેમાંથી કોઇ પણ લગ્નની પૃષ્ટી કરી નથી. આ સમાચાર બાદ તેમને ચાહનારા લોકો આ કપલને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. 

 

મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી વધાર્યું Lockdown, 3 જૂનથી મળશે સશર્ત છુટછાટ

વારંવાર વિવાદોના કારણે સમાચારોમાં રહેતા હાર્દિક પંડ્યાએ ગત્ત વર્ષનો અંતિમ સમયગાળો દુબઇમાં પસાર કર્યો હતો. નતાશા સાથે જ સગાઇ કરી હતી. 1 જાન્યુઆરી 2020ના નવા વર્ષા પ્રસંગે તેણે ઇંસ્ટાગ્રામ દ્વારા લોકોને પોતાની સગાઇ અંગે માહિતી આપી હતી અને તસ્વીરો પોસ્ટ કરી હતી. આ ઉપરાંત નતાશા વર્ષ 2020માં હાર્દિકનાં ઘરે જ હોળી પણ મનાવી હતી.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More