Home> Entertainment
Advertisement
Prev
Next

Munjya OTT Release: થિયેટર પછી ઓટીટી પર ધુમ મચાવશે મુંજ્યા, જાણો કયા પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે ફિલ્મ

Munjya OTT Release: ફિલ્મની સફળતાની સાથે જ દરેક વ્યક્તિએ જાણવા માંગે છે કે આ ફિલ્મ થિયેટર પછી ઓટીટી પર ક્યારે રિલીઝ થશે. સાથે જ આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે?

Munjya OTT Release: થિયેટર પછી ઓટીટી પર ધુમ મચાવશે મુંજ્યા, જાણો કયા પ્લેટફોર્મ પર ક્યારે રિલીઝ થશે ફિલ્મ
Updated: Jun 19, 2024, 08:42 AM IST

Munjya OTT Release: હોરર કોમેડી ફિલ્મ આજના સમયમાં દર્શકોની પહેલી પસંદ બની ગઈ છે. સ્ત્રી, ભૂલભૂલૈયા 2, રુહી જેવી ફિલ્મ પછી હવે થિયેટરમાં મુંજ્યા ફિલ્મ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ લોકોનું દિલ જીતી રહી છે. ફિલ્મ નિર્માતા દિનેશ વિજાને ફરી એક વખત સાબિત કર્યું છે કે હોરર કોમેડી ફિલ્મ બનાવવાના મામલામાં તે એક્સપર્ટ છે. 

આ પણ વાંચો: Sonakshi Sinha: લગ્ન પહેલા સાસરે પહોંચી સોનાક્ષી, સાસુ-સસરા, નણંદ સાથેનો ફોટો વાયરલ

સિનેમા ઘરોમાં મુંજ્યા ફિલ્મ ધૂમ મચાવી રહી છે. ખૂબ ઓછા સમયમાં આ ફિલ્મે સફળતા મેળવી છે અને હજી પણ સફળતા તરફ આગળ વધી રહી છે. ફિલ્મની સફળતાની સાથે જ દરેક વ્યક્તિએ જાણવા માંગે છે કે આ ફિલ્મ થિયેટર પછી ઓટીટી પર ક્યારે રિલીઝ થશે. સાથે જ આ ફિલ્મ કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. 

આ પણ વાંચો: Sonakshi Sinha Affairs: ઝહીર ઈકબાલ પહેલા સોનાક્ષી સિંહા આ 4 ને કરી ચુકી છે ડેટ

થિયેટર રિલીઝ પછી મુંજ્યા ફિલ્મની રીલીઝ માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. સિનેમા કરવામાં રિલીઝ થયાના થોડા જ દિવસોમાં ફિલ્મ ઓટીટી પર આવી જતી હોય છે. રિલીઝ થાય તે પહેલાથી જ તેના ડિજિટલ રાઈટ્સ પણ વેચાઈ ચૂક્યા હોય છે અને નક્કી હોય છે કે ફિલ્મ કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે. 

આ પણ વાંચો: ઋતિક રોશનને ડેટ કરવાના કારણે સબાના કરિયર પર થઈ ખરાબ અસર, 2 વર્ષ ન મળ્યું કામ

શરવરી વાઘ, અભય વર્મા સ્ટારર મુંજ્યા ફિલ્મના ડિજિટલ ડિઝની પ્લસ હોટસ્ટારે ખરીદ્યા હતા. આ ફિલ્મ સિનેમા ઘરોમાં ધૂમ મચાવ્યા પછી ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઓનલાઇન સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે અનુમાન છે કે આ ફિલ્મ હજુ બે મહિના પછી ઓટીટી પર આવશે. 

કોઈપણ સુપરસ્ટાર વિના મુંજ્યા ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાના 11 દિવસની અંદર જ આ ફિલ્મે 61 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આવનારા થોડા દિવસોમાં આ ફિલ્મ 100 કરોડ પણ પાર કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે