Home> Entertainment
Advertisement
Prev
Next

83 Movie Review: ભરપૂર રડાવશે અને હસાવશે આ '83', પણ ફિલ્મમાં ચોક્કસપણે મિસ કરશો આ બાબતો

આજના સમયમાં કોઈ પણ મૂવીને સુપર ડુપર હીટ કરવા માટે એક જ ફેક્ટર કાફી છે અને તે છે રણવીર સિંહ  અને તેની સાથે જો ક્રિકેટને પણ જોડી દેવામાં આવે, દીપિકા પાદૂકોણ પણ હોય, 1983 વર્લ્ડ કપની યાદો તથા વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર્સ પણ હોય તો તે મૂવીને બોક્સ ઓફિસ પર વિજય પતાકા ફેરવતા કોણ રોકી શકે. 

83 Movie Review: ભરપૂર રડાવશે અને હસાવશે આ '83', પણ ફિલ્મમાં ચોક્કસપણે મિસ કરશો આ બાબતો

કાસ્ટ: રણવીર સિંહ, દીપિકા પાદૂકોણ, પંકજ ત્રિપાઠી, નિશાંત દહિયા, આર બદ્રી, સાકિબ સલીમ, ચિરાગ પાટિલ, તાહિર રાજ ભસીન, હાર્ડી સંધૂ, જતિન સરના, દિનકર શર્મા, એમી વિર્ક, સાહિલ ખટ્ટર, આદિનાથ કોઠારે, ધૈર્ય કરવા, જીવા

દિગ્દર્શક: કબીર ખાન

સ્ટાર રેટિંગ: 3.5

24 ડિસેમ્બરથી થિયેટરમાં જોઈ શકશો

નવી દિલ્હી: આજના સમયમાં કોઈ પણ મૂવીને સુપર ડુપર હીટ કરવા માટે એક જ ફેક્ટર કાફી છે અને તે છે રણવીર સિંહ  અને તેની સાથે જો ક્રિકેટને પણ જોડી દેવામાં આવે, દીપિકા પાદૂકોણ પણ હોય, 1983 વર્લ્ડ કપની યાદો તથા વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર્સ પણ હોય તો તે મૂવીને બોક્સ ઓફિસ પર વિજય પતાકા ફેરવતા કોણ રોકી શકે. 

રડાવશે આ ફિલ્મ
જો તમે સાચે જ ક્રિકેટ લવર હશો તો તમે આ મૂવી જોઈને વારંવાર રડશો. તેનું કારણ છે એવા એવા ઈમોશનલ મોડ, જે તમારી આંખોમાં આંસૂ લાવશે. પરંતુ અનેક દ્રશ્યો એવા પણ હશે જેના પર તમે હસશો. કારણ કે તે તમારા વિજેતા હિરોઝના અંગત જીવન સાથે જોડાયેલા એ પળ હશે  જે તે સમયે તેમના જીવનમાં ઘટતા હતા. 

સારી રીતે રીક્રિએટ કરાયો સીન
ફિલ્મના જે સ્ટ્રોંગ પોઈન્ટ્સ છે તેમાંથી એક છે રિસર્ચ. એવું લાગે છે કે દરેક મેચને વારંવાર જોવામાં આવી છે. તે મેચોના વીડિયોઝમાંથી અનેક સીન્સ કાઢીને રિક્રેએટ કરાવવા ઉપરાંત કેટલીક જગ્યાએ અસલ સીન્સને પણ ગોઠવવામાં આવ્યા છે. કેટલાક ફોટાને પણ સીન તરીકે રિક્રિએટ કરાયા છે. જેમ કે રવિ શાસ્ત્રીની પાછળથી ઝાંકતા ટીમ મેનેજરના રોલમાં પંકજ ત્રિપાઠી, સમગ્ર સીન એક ફોટા દ્વારા કરાયો. એવું લાગે છે કે દરેક ખેલાડી સાથે અનેક રાઉન્ડની વાતચીત થઈ, પછી બીજા સાથે કન્ફર્મ કરાયું. ડાયરેક્ટર કબીર ખાનના માથે એક મોટો પડકાર હતો એ હતો કે સીન એવા રચવામાં આવે કે 11 પ્લેયર્સને પૂરેપૂરું મહત્વ મળે. કોઈ નારાજ પણ ન થાય અને દર્શકોને કઈંક અંદરના રસપ્રદ કિસ્સા પણ જાણવા મળે. કબીર  ખાને ખુબ ઉત્કૃષ્ટ રીતે આ કામ કરી બતાવ્યું. 

કમાલનું કાસ્ટિંગ
આ ફિલ્મમાં સૌથી મુશ્કેલ કામ કલાકારોની પસંદગીનું રહ્યું હશે. કપિલના પત્ની રોમી તરીકે દીપિકા, ફારુખ એન્જિનિયરના રોલમાં બોમન ઈરાની, મેનેજરના રોલમાં પંકજ ત્રિપાઠી, ગાવસ્કરના રોલમાં તાહિર ભસીન, શ્રીકાંતના રોલમાં તમિલ એક્ટર જીવા, મહેન્દ્ર અમરનાથની ભૂમિકામાં સાકિબ સલીમ, યશપાલના રોલમાં જતિન સરના, મદનલાલના રોલમાં હાર્ડી સંધૂ, બલવિંદર સંધૂના રોલમાં એમી વિર્ક ખુબ જ યોગ્ય પસંદગી લાગે છે. 

રણવીરની એક્ટિંગ કમાલ ધમાલ
સૌથી ખાસ વાત છે કપિલ રોમીની જોડી, ભલે દીપિકાના ભાગે ઓછા દ્રશ્યો છે પરંતુ 25 ટકા દર્શકો તો તેના  કારણે પણ આવશે. રણવીરે એકવાર ફરીથી સાબિત કરી બતાવ્યું છે કે તેનો કોઈ તોડ નથી, આ દાયકો તેનો જ છે. કપિલ દેવની ભૂમિકા હોય કે બાજીરાવની, કે પછી અલાઉદ્દીન ખિલજીની...રણવીર સિંહ જે પ્રકારે તેમાં ફીટ સાબિત થાય છે, તેવી એનર્જી કે ડેડીકેશન સાથે આ  કામ કરવું બીજા માટે શક્ય નથી. 

fallbacks

મૂવીમાં જો કે મિસ કરશો આ વાત
આમ તો કબીર ખાને તે સમયને દેખાડવા માટે ખુબ મહેનત કરી છે પરંતુ એક વાત જે મૂવીમાં મિસિંગ લાગે છે તે છે મૂવીનું વિહંગમ લાગવું. નાયકોનું મહાનાયક લાગવું. જો કે મૂવી કટ ટુ કટ વર્લ્ડ કપ પર દેખાડવામાં આવી છે. આથી ગીતો માટે અવસરો ઓછા હતા, પરંતુ ચક દે ઈન્ડિયા જેવો કમાલ અરિજીતનું 'લહેરા દો' કરી શકશે તે શંકા છે. આથી આ મોરચે મૂવી નબળી છે. બધાને સમય સમય આપવાના કારણે રણવીરનો સમય પણ કપાયો છે. 

fallbacks

ફિલ્મના કેરેક્ટર્સ
મૂવીને ચર્ચામાં લાવવા માટે કબીર ખાને અનેક ચીજો સાથે લિંક કરી છે જેથી ખબર બને. જેમ કે રોમીની ભૂમિકામાં દીપિકા કે જે કદાચ પ્રોડ્યૂસર બનવાની શરત પર આવી છે અમરનાથના રોલમાં મોહિન્દર અમરનાથ પોતે સ્ક્રીન પર વારંવાર દેખાય છે, કપિલ દેવ પણ દર્શકોમાં બેસીને એક છગ્ગો પકડતા જોવા મળશે અને છેલ્લે તેમનું પોતે પડદા પર આવવું, તેમની પુત્રીને કબીરે આસિસ્ટન્ટ બનાવી છે, કપિલની માતાની ભૂમિકામાં નીના ગુપ્તા છે, જે વિવિયન રિચર્ડ્સની ટીમ સામે મેચમાં કપિલનો જુસ્સો વધારે છે, સચિનના બાળપણની ભૂમિકા પણ દેખાડવામાં આવે છે. એટલું જ નહીં કમલ હસન, નાગાર્જૂન વગેરે સાઉથના સિતારા પણ આ મૂવીના સાઉથની ભાષાઓના વર્ઝન સાથે જોડાયેલા છે. જ્યાં ખેલાડીઓના અંગત કિસ્સા છે ત્યાં મજા આવશે. કેવી રીતે લાલા અમરનાથ જિમ્મીને દરરોજ ફોન કરીને ખખડાવતા હતા, કેવી રીતે બલવિંદર સિદ્ધુની સગાઈ તૂટે છે, કેવી રીતે પાર્ટીમાં શ્રીકાંત વિદેશી પત્રકારોનું મોઢું બંધ કરે છે વગેરે...

fallbacks

કહાનીનો સાર
જો કે કબીર ખાને જે પ્રયોગ ભારત પાકિસ્તાનની મિત્રતાનો 'ટાઈગર જિંદા હૈ' માં કર્યો હતો, ફાઈનલ મેચના દિવસે તે  અહીં પણ દેખાય છે. જ્યારે પાકિસ્તાનનો આ વર્લ્ડ કપમાં ઉલ્લેખ કરવાનો કોઈ મતલબ નહતો. 1983માં તોફાનો દેખાડવા એ પણ ખટકતું લાગે છે. ક્રિકેટ વર્લ્ડ કપની કહાનીમાં આ બધા ઉપરાંત ફક્ત શીખ ક્રિકેટ પ્રેમીઓ ઉપર જ ફોકસ કરવું એ પણ અજીબ લાગે છે. બાકી બધુ સુપર્બ કહી શકાય....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More