Home> Entertainment
Advertisement
Prev
Next

#MeToo : ‘સુભાષ ઘઈએ પાછળથી મારો સ્કર્ટ ખેંચ્યો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો’

 યૌન શોષણની વિરુદ્ધ શરૂ થયેલ  Me Too અભિયાનના તોફાને બોલિવુડના અનેક દિગ્ગજ કલાકારોને પોતાના ઝપેટમાં લઈ ચૂક્યા છે. અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણ સાથે જોડાયેલ પોતાના અનુભવો શેર કર્યા હતા. જેના બાદ ફિલ્મકાર વિકાસ બહલ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, રજત કપૂર, ચેતન ભગત અને ગુરસિમરન ખંબાનું નામ સામે આવ્યું છે. આ ક્રમમાં અભિનેત્રી કેટ શર્માએ ડાયરેક્ટર સુભાષ ઘઈ પર યૌન શોષણનો કેસ ફાઈલ કર્યો છે. 

#MeToo : ‘સુભાષ ઘઈએ પાછળથી મારો સ્કર્ટ ખેંચ્યો અને કિસ કરવાનો પ્રયાસ કર્યો’

નવી દિલ્હી : યૌન શોષણની વિરુદ્ધ શરૂ થયેલ  Me Too અભિયાનના તોફાને બોલિવુડના અનેક દિગ્ગજ કલાકારોને પોતાના ઝપેટમાં લઈ ચૂક્યા છે. અનેક મહિલાઓએ મનોરંજન અને મીડિયા જગતમાં યૌન શોષણ સાથે જોડાયેલ પોતાના અનુભવો શેર કર્યા હતા. જેના બાદ ફિલ્મકાર વિકાસ બહલ, સાજિદ ખાન, અભિનેતા નાના પાટેકર, આલોક નાથ, કૈલાશ ખેર, રજત કપૂર, ચેતન ભગત અને ગુરસિમરન ખંબાનું નામ સામે આવ્યું છે. આ ક્રમમાં અભિનેત્રી કેટ શર્માએ ડાયરેક્ટર સુભાષ ઘઈ પર યૌન શોષણનો કેસ ફાઈલ કર્યો છે. 

ઘઈએ પાછળથી મારો સ્કર્ટ ખેંચ્યો હતો
કેટનો આરોપ છે કે, આ વર્ષે 6 ઓગસ્ટના રોજ સુભાષ ઘઈએ બર્થડે પાર્ટી આપવાના બહાને મને બોલાવી હતી અને સૌની સામે બોડી મસાજ આપવાનું કહ્યું હતું. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા કેટ શર્માએ કહ્યું કે, સુભાષ ઘઈને બોડી મસાજ આપ્યા બાદ હું હાથ ધોવા જતી રહી હતી, પરંતુ ત્યારે સુભાષ ઘઈ મારી પાછળથી આવ્યા અને મને એક રૂમમાં વાત કરવા માટે બોલાવી. તે દરમિયાન તેમણે મને કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.

fallbacks

5થી 6 લોકો ત્યાં હાજર હતા
કેટએ કહ્યું કે, જે સમયે સુભાષ ઘઈએ આ બધુ કર્યું, ત્યારે ત્યાં 5 થી 6 લોકો હાજર હતા. કેટના આરોપો બાદ મુંબઈના વર્સોવો પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરાયો છે. 

કોણ છે કેટ શર્મા
ઉલ્લેખનીય છે કે, કેટ શર્મા આ પહેલા સ્ટાર પ્લસનો શો મેરી દુર્ગામાં નજર આવી ચૂકી છે. મેરી દુર્ગા સીરિયલ બાદ તે સુભાષ ઘઈની ફિલ્મ એતરાઝની સિક્વલ ઐતરાઝમાં નજર આવવાની છે. રિપોર્ટસ અનુસાર, ઐતરાઝની સિક્વલ સાઈન કર્યા બાદ જ સુભાષ ઘઈ અને કેટ વચ્ચે બોન્ડિંગ સારુ થયું હતું. એટલું જ નહિ, કેટના જન્મદિવસ પર સુભાષ ઘઈએ એક શાનદાર પાર્ટી પણ આપી હતી. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, તનુશ્રી દત્તા અને નાના પાટેકરના આરોપો બાદ સોશિયલ મીડિયા પર #MeToo કેમ્પેઈન શરૂ થઈ ગયું છે. જે અંતર્ગત મીડિયા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ અને પોલિટિક્સ સાથે જોડાયેલી મહિલાઓ પોતાના યૌન શોષણની માહિતીઓ શેર કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More